સંકલન સમિતિમાં અધિકારીઓ ગેરહાજર રહ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-22 13:35:42
  • Views : 81
  • Modified Date : 2023-10-22 13:35:42

આગામી લોકસભા ચૂંટણીની પ્રક્રિયાને ધ્યાને લેતા જિલ્લાના તમામ વિભાગો અને કચેરીઓના કર્મચારીઓની માહિતી ચોકસાઈ સાથે ચૂંટણીતંત્રને મોકલવાની સૂચના આપતા ડાંગ કલેકટર મહેશ પટેલેજિલ્લાના અધિકારીઓને કોઈ પણ કર્મચારીઓની વિગતો છુપાવ્યા વિના પારદર્શી રીતે સત્વરે મોકલી આપવાની તાકીદ કરી હતી.ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા કલેકટરએ સંકલન જેવી અગત્યની બેઠકમાં પૂર્વ મંજૂરી વિના ગેરહાજર રહેનાર અધિકારીઓ બાબતે ગંભીર નોંધ લઈ તેમને નોટિસ ઇસ્યુ કરી જવાબ તલબ કરવાની પણ તાકીદ કરી હતી.આગામી લોકસભા ચૂંટણીની પ્રક્રિયાને ધ્યાને લેતા જિલ્લાના તમામ વિભાગો અને કચેરીઓના કર્મચારીઓની માહિતી ચોકસાઈ સાથે ચૂંટણી તંત્રને મોકલવાની સૂચના આપતા ડાંગ કલેકટર મહેશ પટેલે જિલ્લાના અધિકારીઓને કોઈ પણ કર્મચારીઓની વિગતો છુપાવ્યા વિના પારદર્શી રીતે સત્વરે મોકલી આપવાની તાકીદ કરી હતી.ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા કલેકટરએ સંકલન જેવી અગત્યની બેઠકમાં પૂર્વ મંજૂરી વિના ગેરહાજર રહેનાર અધિકારીઓ બાબતે ગંભીર નોંધ લઈ તેમને નોટિસ ઇસ્યુ કરી જવાબ તલબ કરવાની પણ તાકીદ કરી હતી.આગામી ચૂંટણી પ્રક્રિયાને ધ્યાને લઇ સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પરસ્પર સંકલન, અને સહયોગ સાથે કાર્યક્રમ આયોજન, લક્ષ્યાંકોની પૂર્તિ સહિત વિકાસ કામો પૂર્ણ કરવાનું આહવાન પણ ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે આ વેળા કર્યું હતું.જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકને સંબોધતા કલેકટર શ્રી પટેલે જિલ્લામા સ્વચ્છ ભારત મિશન, કળશ યાત્રા જેવા ફ્લેગશીપ કાર્યક્રમો બાબતે પણ ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોરે પણ જિલ્લા અધિકારીઓને વિશેષ જાણકારી પુરી પાડી હતી.ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમા સમિતિના નિયમિત મુદ્દાઓ એવા સરકારી લેણાની બાકી વસુલાત, પડતર તુમાર, પેંશન કેસ, માહિતી અધિકાર અધિનિયમ, નાગરિક અધિકાર પત્ર, સ્વચ્છતા મિશન અંતર્ગત કંડમ વાહનો અને રદ્દી પસ્તી નિકાલ, જિલ્લાના જુદા જુદા વિભાગો વચ્ચેના પ્રશ્નો, પંચાયત ઈન્ડેક્સ, સરકારી વાહનોના નિકાલની કાર્યપદ્ધતિ, સી.એમ.ડેશબોર્ડ, ગ્રામસભા અને સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો વિગેરેની પણ સૂક્ષ્મ સમીક્ષા હાથ ધરી જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતુ.બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરપોલીસ અધિક્ષક યશપાલ જગણીયા, નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  શિવાજી તબિયાર સહિતના જિલ્લા અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.બેઠકનું સંચાલન ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર એસ.બી.તબિયારે કર્યું હતું. દરમિયાન જિલ્લા અધિકારીઓએ ચૂંટણી અને ડિઝાસ્ટર જેવી સંવેદનશીલ કામગીરી પરત્વે સૌને તેકેદારી દાખવવાનો પણ અનુરોધ કરાયો હતો.કલેકટરએ ગત દિવસો દરમિયાન જિલ્લામાં યોજાયેલી GPSCની પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લાના શિક્ષણ વિભાગ સહિત પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી, કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આગામી દિવાળી પૂર્વેની શક્યત: છેલ્લી સંકલન બેઠકમાં કલેકટરશ્રીએ સૌ અધિકારીઓને દિવાળી અને નવાવર્ષની શુભકામનાઓ પણ પાઠવી હતી.


Download Our B K News Today App



Related News