સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંગે બનાસકાંઠા કલેકટરનો હુકમ પાલિકાઓની ચૂંટણી માટે ૯ નોડલ ઓફિસરોની નિમણુંક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-05 10:41:11
  • Views : 353
  • Modified Date : 2021-02-05 10:41:11

રાજય ચૂંટણી પંચ, ગાંધીનગર દ્વારા નગરપાલિકા અને પંચાયતોની સામાન્ય ચૂંટણી અને અન્ય સ્થાનિક સ્વરાજ્યના એકમોની પ્રસંગગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા થરા અને ધાનેરા
નગરપાલિકાની પેટા ચૂંટણી, ૧૪-માંડલા કાંકરેજ તાલુકા
પંચાયત અને ૯- મોટી મહુડી દાંતીવાડા તાલુકા પંચાયતની
પેટા ચૂંટણી આગામી તા.૨૮-૨-૨૦૨૧ના રોજ યોજવાની છે. આ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને તટસ્થ માહોલમાં યોજાય તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલે હુકમ કરી ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે ૯ જેટલા નોડલ ઓફિસરોની નિમણુંક કરી છે. આ નોડલ ઓફિસરોએ તેમને સોંપાયેલ કામગીરી
ઉપરાંત જરૂર જણાય જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા
સોંપવામાં આવતી વધારાની કામગીરી પણ કરવાની રહેશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા સમયાંતરે નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. તેમ બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા તા.૨૮ જાન્યુઆરીના રોજ પ્રસિધ્ધ કરાયેલ હુકમમાં જણાવાયું છે.

Download Our B K News Today App



Related News