દાંતીવાડા પ્રા. આ. કેન્દ્રનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મેડિકલ ઓફિસરની બદલી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-04 11:57:01
  • Views : 682
  • Modified Date : 2020-06-04 11:57:01

દાંતીવાડા પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસર છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલા છે,તેના કારણે તાલુકાની ગરીબ અને અભણ પ્રજા લાચારી ભોગવી રહી છે. ગ્રામ્ય પ્રજાનું આરોગ્ય દિનપ્રતિદિન કથળી રહ્યુ છે. ત્યારે આ મેડિકલ ઓફિસરનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ડોકટર ટી.વી જોતા જોતા સારવાર કરે છે અને ડોક્ટરની ખુરશીમાં પટાવાળો બેઠો છે. દવાખાના બહાર દર્દીઓની ભારે ભીડ થઈ છે, તેમજ બેઠેલા દર્દીઓની ભીડથી સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ દેખાઈ રહ્યો છે. સારવાર અર્થે આવેલા દર્દીઓ કલાકો સુધી બહાર બેસી રહ્યા અને બાદમાં તેમને કોઈ
પણ જાતની તપાસ કર્યા સિવાય બહારથી દવા આપી તેમને રવાના કરી દેતા હોવાની પણ રાવ ઉઠવા પામી છે.
દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં ઘેરાયેલા છે. જેઓની તાલુકાના કક્ષાએથી અનેકવાર લેખિક રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે મંગળવારે આ મેડિકલ ઓફિસરનો ટીવી જોતા સારવાર કરી રહયા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જેના કારણે દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની બદલી તાલુકાના રાજકોટ પી.એચ.સી. ખાતે કરાઈ હોવાનુ જાણવા મળ્યું હતું. રાજકોટથી મેડિકલ ઓફિસરની દાંતીવાડા ખાતે બદલી કરાઈ હતી. ત્યારે આરોગ્ય વિભાગે આ ડોક્ટરની તાલુકામાં જ બદલી કરી
સંતોષ માની લીધો હોય તેવું લાગી રહ્યુ છે.

Download Our B K News Today App



Related News