ઓફિસમાં આવતાં નથી, છતાં પગાર-ભથ્થાં લે છે, કોંગ્રેસનાં આ નેતા વિરૂદ્ધ રાજભવનમાં કરાઇ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 18:15:42
  • Views : 590
  • Modified Date : 2019-07-10 18:15:42

એક પછી એક વિવાદોમાં પસાતા પંજાબ સરકારનાં પ્રધાન અને કોંગ્રેસનાં ધાકડ નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુ ફરી એક વખત વિવાદમાં સપડાય તેવી શક્યતાઓ વર્તાય રહી છે. મનપસંદ વિભાગ ન મળતા નારાજ ચાલતા નવજોત સિદ્ધુએ છેલ્લા ઘણાં લાંબા સમયથી પોતાનાં વિભાગનો ચાર્જ સંભાળ્યો નથી. તેથી પંજાબમાં વિપક્ષ ભાજપનાં નિશાને સિદ્ધુ આવ્યા છે.ભાજપના રાષ્ટ્રીય મંત્રીએ ઓફિસમાં સતત ગેરહાજર રહેવા છતાં પગાર ભથ્થા વગેરે મેળવી રહેલા પજાબના ઉર્જા પ્રધાન નવજોત સિંઘ સિદ્ધુ વિરૂદ્ધ પંજાબના રાજયપાલ વી.પી.સિંઘ બદનોરને કરેલી લેખિત રજૂઆતમાં રાજયમાં બંધારણીય કટોકટી ઊભી થઈ હોવાનું જણાવ્યું છે.તરૂણ ચુઘ નામના આ રાષ્ટ્રીય મંત્રીએ રાજયપાલને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે રાજયના કામકાજ ઓફિસ માટે શપથ લેનાર પ્રધાન એક મહિના કરતાં લાંબા સમયગાળાથી ઓફિસમાં આવતા નથી. જો કે તેઓ પ્રધાન તરીકેના પગાર- ભથ્થાં વગેરે મેળવી રહ્યા છે. પ્રધાન સ્થળાંતર કરી ગયા છે. અને મુખ્ય પ્રધાન સાથેના એમના કલહથી રાજયમાં બંધારણીય કટોકટી સર્જાઈ છે. પંજાબના હિતમાં નિર્ણય લેવા રાજયપાલને વિનંતી છે. જો પ્રધાન કામ કરવા માગતા ના હોય તો અન્ય કોઈએ એમના વિભાગો સંભાળવા પડે. જો તેઓ પગાર લેતા હોવા છતાં કામ ના કરતા હોય તો પગલાં જરૂરી છે એમ પત્રમાં જણાંવવામાં આવ્યું છે.ગત જુન માસમાં એક કેબિનેટ બેઠકમાં અનુપસ્થિત રહ્યા પછી પત્રકાર પરિષદમાંથી પોતે ફક્ત પંજાબની પ્રજાને જ જવાબદાર હોવાના નિવેદનરૂપે મુખ્ય પ્રધાન સામે બોલિંગ કરનારા પ્રધાન નવજોત સિંઘ સિદ્ધુ પાસેથી એમના ઉપરોક્ત વિધાનના કલાકોમાં જ એમના હસ્તકનું સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોનું મંત્રાલય ખૂંચવી લેવાયું હતુ.

Download Our B K News Today App



Related News