સેન્સેક્સ - નીફટી માટે ઓક્ટોબર કોરોનાકાળ બાદનો સૌથી ખરાબ સમય રહ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-24 18:46:21
  • Views : 155
  • Modified Date : 2024-10-24 18:46:21

એક તરફ દિપાવલીના તહેવાર અને બીજી તરફ આઇપીઓની વણઝાર વચ્ચે પણ ભારતીય શેર બજાર માટે ઓક્ટોબરનો મહિનો કોરોનાકાળ પછી સૌથી ખરાબ સમય પુરવાર થયો છે. એક તરફ ચાઇના સહિતની ઇફેક્ટના કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ચાલુ માસમાં રૂા.82 હજાર કરોડનું રોકાણ પાછુ ખેંચી લીધું છે.આઇપીઓના કારણે જંગી રકમ જાહેર ભરણામાં ચાલી ગઇ છે અને બીજી તરફ કંપનીઓના પરિણામોનો સમય હોવાથી ત્યાંથી પણ કોઇ પ્રોત્સાહક સમાચાર ન મળતાં માર્કેટ 2020 બાદ સૌથી વધુ કડાકા વચ્ચે પસાર થયું છે. બુધવાર સુધીમાં સેન્સેક્સ પાંચ ટકા ચાલુ માસમાં તુટ્યો છે. જે જુન 2022માં 4.58 ટકા તૂટ્યો હતો. ફેબ્રુઆરી અને માર્ચ-2020 એ કોવિડના સૌથી ખરાબ સમય તરીકે જોવામાં આવ્યા હતા અને તે સમયે સેન્સેક્સ 6 અને 23 ટકા તુટ્યો હતો.જો કે તે સમયના કુલ નુકસાનકર્તા આ ઓક્ટોબર 2024નું નુકસાન વધુ વ્યાપક છે. શેરબજારમાં રોકાણકારોએ રૂા.29 લાખ કરોડ ગુમાવ્યા છે ઘરઆંગણે લીકવીડીટી સારી હોવા છતાં માર્કેટને તે પકડી શક્યું ન હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કોવિડ સમય કરતાં પણ વધુ નાણાં ભારતીય બજારમાં ઓક્ટોબર-2024માં ખેંચ્યા છે અને તેને સેલ ઇન્ડિયા બાય ચાઇના તરીકે પણ ગણાવવામાં આવે છે.જ્યારે કંપનીઓના ક્વાર્ટર-2ના પરિણામો પણ પ્રોત્સાહક રહ્યા નથી. દેશમાં આઇપીઓમાં રોકાણ જબરદસ્ત ચાલી રહ્યું છે. એક માત્ર હ્યુન્ડાઇ ઇન્ડિયાને ફંડ ઉભું કરવામાં મુશ્કેલી પડી છે. બીજા ક્વાર્ટરમાં કંપનીઓનો અર્નીંગ ગ્રોથ પણ દસ ટકા જેટલો ઘટ્યો છે અને તેની પણ અસર માર્કેટમાં જોવા મળી હતી.

 

Download Our B K News Today App



Related News