બનાસકાંઠા ખનીજ વિભાગનું ઓચિંતું ચેકીંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-14 11:46:33
  • Views : 511
  • Modified Date : 2020-06-14 11:46:33

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે વહેલી સવારે ખાનગી ગાડીમાં ચેકીંગ હાથ ધરતા બે ડમ્પર રોયલ્ટી વગરના
ઝડપાયા હતા. જેમાં રૂ. ૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ અને રૂ. ૪.૬૦ લાખનો દંડ ફટકાર્યો હતો.
બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ ખનન ચોરોને ઝડપવા અવારનવાર પ્રયત્નો કરી રહ્યુ છે છતાં પણ કેટલાક ભુમાફિયાઓ દ્વારા ખનન ચોરી કરાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે ખાનગી ગાડીમાં સર્વેયર મેહુલ દવે,વિરેન્દ્રસિંહ સોલંકી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર શક્તિદાન ગઢવી એ ડીસા થરાદ રોડ પર આગથળા ગામ પાસે ચેકીંગ હાથ ધરતા બે ડમ્પર રેતી ભરીને આવી રહ્યા હતા એ ચેક કરતા બન્ને ડમ્પર રોયલ્ટી વગર ના હોવાનું માલુમ પડતા
રૂ. ૪૦ લાખના બન્ને ડમ્પર કબ્જે કરી રૂ. ૪.૬૦ લાખનો દંડ ફટકાર્યો હતો. બન્ને વાહનોને આગથળા પોલીસ મથકે કબ્જે લીધેલ. આ બાબતે ભૂસ્તર અધિકારી સુભાષ જોશીએ જણાવ્યું હતું કે અમે સતત ભુમાફિયાઓ વોચ રાખતા હોવાના કારણે અમે ખાનગી વાહનમાં ચેકીંગ કરવાની સૂચના અમારા સ્ટાફને આપી હતી. જેથી આગથળા પાસેથી બન્ને ડમ્પર રેતી ચોરી કરતા ઝડપી પાડયા અને રૂ. ૪.૬૦ લાખનો દંડ ફટકાર્યો હતો. જોકે બે ડમ્પર જપ્ત કર્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા ભુમાફિયાઓ ભુર્ગભમાં ઉતરી ગયા હતા.

Download Our B K News Today App



Related News