વર્ષો જુના ઇતિહાસની યાદોનો પ્રત્યક્ષ અનુભવ એટલે ઓછબિયા ઉત્સવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-20 10:58:16
  • Views : 424
  • Modified Date : 2020-02-20 10:58:16

રાજસ્થાનના બ્રાહ્મણ
પરિવારના પુરૂષો દ્વારા ઓછબિયા ઉત્સવ ગુજરાતના ગામેગામ હજુય જીવંત રહેવા
પામેલ છે. ત્યારે ગતરોજ રાત્રી દરમિયાન વેશભૂષા સાથે ઓછબિયાના કરતબો અને વિવિધ રાજા મહારાજ તેમજ ધાર્મિક નાટીકા રજૂ કરીને ગામડાની પ્રજામાં આજે હાઇટેક ડીજીટલ યુગમાં પણ સિનેમા જેવી લાઈવ નાટીકાઓ ઓઢા ગામમાં રજૂ કરાઈ. આ પ્રકારની નાટીકાઓ જોવા માટે ગામની મેદની મધ્યરાત્રી સુધી હકડેઠાઠ જોવા મળી હતી. જેમાં ઓછબિયાઓ દ્વારા
નાટીકાઓમાં પોતાના પ્રાણ
પૂરતા હોય તેમ લોકો અભિભૂત એકાગ્રતાપૂર્વક આ ખેલ  જોયો હતો. ત્યારબાદ છેલ્લે મહાકાળી માતાજીના ગરબા,  રાત્રીએ
પૂર્ણ વિરામ બાદ ફરી સવારે રાવણની પરંપરા મુજબ કાઢયો હતો. જેમાં સવારે વડીલોએ (ભૂદેવો) ઓછબિયાઓને
ભેટપૂજા બાદ યુવાનો, અબાલ, વૃદ્ધસૌઓ રાવણની નાટીકામાં ખરેખર રાવણ ગામના ચોંટે યુવાનોને ઘમરોળતાં જોવા મળ્યો હતો. સૌ કોઈએ આસ્થા મુજબ ઓછબિયાઓને રસોઈ  તેમજ યથાશક્ત ભેટ આપી બિરદાવ્યા હતા. આજે ગામડું જીવંત હોવાનું ઓછબિયા કલાકારોએ લોકોને ઇતિહાસમાં ડોકિયું કરાવ્યું હતું.

Download Our B K News Today App



Related News