ઓછા પિયતે નિયમિત ઉત્પાદન માટે આ ફળની ખેતી સૌથી ઉત્તમ, થશે આટલા ફાયદા
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-01-06 17:15:13
- Views : 614
- Modified Date : 2020-01-06 17:15:13
જામફળ સુકા અને અર્ધસુકા વિસ્તારનું લોકપ્રિય ફળ છે. જામફળને અમીર અને ગરીબ બધા લોકો
પસંદ કરે છે. આ ફળને ગરીબોના સેવ કહેવામાં આવે છે કેમ કે સેવમાં મળતા બધા જ પ્રકારના પોષક ત¥વો જામફળમાં મળે છે. તેની બજાર કિંમત પણ ઘણી ઓછી હોય છે. આપણા દેશમાં વિસ્તાર અને
ઉત્પાદનની દ્રષ્ટિએ જામફળ ચોથું જ્યારે ગુજરાતમાં પાંચમુ સ્થાન ધરાવે છે. ભારતમાં ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વિશેષ પ્રમાણમાં જામફળની ખેતી થાય છે. જ્યારે ગુજરાતમાં ભાવનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ અને ભરૂચ જિલ્લાઓમાં વિશેષ પ્રમાણમાં થાય છે.
જામફળને કેવું હવામાન જોઈએ ઃ-
જામફળનો પાક ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારોમાં સારું ઉત્પાદન આપે છે. ઉષ્ણકટિબંધમાં ગરમી અને ઠંડીને લીધે ઝાડ સારી વૃદ્ધિ કરી ઉચ્ચ ગુણવત્તાવાળા મીઠાં ફળ આપે છે. જામફળના પાકને ચોમાસાનો ઓછો વરસાદ અને શિયાળાનું સૂકું હવામાન તેમજ મધ્યમ ગરમી અને ઓછી ઠંડી વધારે માફક આવે છે. ઉત્તર ગુજરાતમાં જામફળ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી પાક છે.
કેવી જમીનમાં ઉગાડી શકાય ઃ-
જામફળ સામાન્ય રીતે દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળા ફળ માટે મધ્યમ કાળી અને ગોરાડુ, નિતારવાળી જમીન વધુ સારી રહે છે. ક્ષારવાળી જમીનમાં પણ જામફળની ખેતી શક્ય બને છે. જામફળનો પાક સોડિયમ ક્લોરાઈડ અને સોડિયમ કાર્બોનેટ કરતાં સોડિયમ સલ્ફેટના ક્ષારો સામે વધુ પ્રતિરોધક માલૂમ પડેલ છે. જે જમીનમાં ક્ષારોનું પ્રમાણ ૭.૫ મીલીમોહ/સે.મી. સુધી હોય ત્યાં પણ છોડનો વિકાસ સારા પ્રમાણમાં થાય છે. જામફળને ૪.૫થી ૮.૨ અમ્લતા ૮.૯ ધરાવતી જમીનમાં પણ સફળતાથી ઉગાડી શકાય છે.
વ્યાપારિક જાતો ઃ-
ધોળકા, રેશમડી, અલ્હાબાદ સફેદ, લખનૌ-૪૯, લાલ જામફળ, અર્કા મૃદુલા, અન્ય.
રોપણી પદ્ધતિ ઃ-
જામફળના છોડની રોપણી માટેનો ઉત્તમ સમય ચોમાસાની ઋતુ (જૂન-જુલાઈ) ગણાય છે.જામફળની રોપણી સામાન્ય રીતે બે છોડ વચ્ચે ૬/૬ મીટર અંતર રાખી કરવામાં આવે છે. અખતરાના તારણ પરથી ભલામણ કરવામાં આવેલ છે કે ૬/૨ મીટરના સાંકડા ગાળે વાડ-વ-હાર પદ્ધતિથી રોપણી કરવાથી અને ઝાડની ટોચની ડાળીઓની જૂનના પ્રથમ અઠવાડિયામાં હળવી છાંટણી કરવાથી ૨૧ ટન ઉત્પાદન મળેલ છે. ઉનાળાની ઋતુમાં મે માસમાં ૬૦/૬૦ /૬૦ સે.મી. માપના ખાડા ખોદી ૧૫થી ૨૦ દિવસ સૂર્યના તાપમાં તપવા દેવા. ત્યારબાદ ખાડા દીઠ ૨૦ કિગ્રા છાણિયું ખાતર તથા ૨૦૦ ગ્રામ ડી.એ.પી. ૨૦૦ ગ્રામ પોટાશયુક્ત રાસાયણિક ખાતર સાથે ભેળવી ચોમાસાની શરૂઆતમાં ખાડા પૂરી દેવા. સારો વરસાદ થયા બાદ જામફળની કલમ ખાડાની મધ્યમાં રોપણી કરવી. જરૂર જણાય તો તરત પિયત આપવું. રોપણી બાદ કલમને ટેકો
આપવો અને ઉછેર માટે કાળજી લેવી.
ખાતરનું વ્યવસ્થાપન ઃ-
પુખ્ત વયના જામફળના ઝાડને ૫૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૨૫૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૫૦ ગ્રામ પોટાશ ત¥વો ઉપરાંત વર્ષે ૫૦ કિગ્રા. છાણિયું ખાતર આપવું. આ ખાતરોમાંથી નાઈટ્રોજન અડધો તથા ફોસ્ફરસ અને પોટાશનો સંપૂર્ણ જથ્થો જૂનમાં અને બાકીનો અડધો નાઈટ્રોજનનો જથ્થો સપ્ટેમ્બર માસમાં આપવો. ઉપરોક્ત ત¥વો મેળવવા માટે રાસાયણિક તેમજ સેન્દ્રિય એમ બંને પ્રકારના ખાતરો આપવા જોઈએ. જામફળના પાકમાં જસત તથા લોહ ત¥વની ખામી ખાસ જોવા મળે છે. જસતની ખામી નિવારવા છોડ દીઠ ૨૫૦ ગ્રામ બજારમાં મળતુ ઝિંક સલ્ફેટ અન્ય ખાતરો સાથે આપવું. જ્યારે લોહ ત¥વની ખામી દૂર કરવા ૧૦૦ લિટર પાણીમાં ૫૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટનું દ્રાવણ બનાવી છંટકાવ કરવા
પિયતમાં કાળજી ઃ-
જામફળના ઉછરતા છોડને ભેજનું પ્રમાણ ખાસ જળવાઈ રહે તે માટે શિયાળામાં ૧૦-૧૨ દિવસે અને ઉનાળામાં ૬થી ૮ દિવસે પિયત આપવું.જ્યારે ફળાઉ ઝાડને ફેબ્રુઆરીથી જૂન સુધી આરામ આપ્યા બાદ મૃગબહાર લેવાની ભલામણ છે. જેથી જૂનમાં પ્રથમ અઠવાડિયામાં તરત પાણી આપવું. વરસાદ ૨૦ દિવસ કરતાં વધારે ખેંચાય તો પાણી આપવું. ત્યારબાદ ૨૦-૨૫ દિવસના અંતરે કુલ ૩-૪ પાણી પૂરતા થઈ રહે છે. એટલે ઓછા પિયતની સગવડવાળા વિસ્તારમાં જામફળમાંથી વધુ ઉત્પાદન અને વળતર મેળવવા તેમજ ૫૩% પાણીનો બચાવ કરવા ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા ભલામણ છે. આ પદ્ધતિથી ખેડૂતો ઢાળિયા પદ્ધતિના જેટલા જ પાણીનો ઉપયોગ કરી ડબલ વાવેતર કરી શકે છે.
આંતરખેડ-નીંદામણ ઃ-
જામફળનો પાક શરૂઆતમાં એકથી બે વર્ષનો હોય ત્યારે નીંદણમુક્ત રાખવો જેથી જામફળના છોડને શરૂઆતમાં સારું પોષણ મળે અને સારો વિકાસ થાય. છોડ નાના હોય ત્યાં સુધી બે હાર વચ્ચે સાંતી અથવા મીની ટ્રેકટર ચલાવીને આંતરખેડ તથા ગોડ કરતાં રહેવું. જેથી છોડને હવા તથા સૂર્યપ્રકાશ રહે અને નીંદામણનો પ્રશ્ન હલ કરી શકાય.
આંતરપાકો અને વિશેષ માવજત ઃ-
શરૂઆતના ૩થી ૪ વર્ષ દરમિયાન ફાજલ જમીનમાં ટૂંકા ગાળાના શાકભાજીના પાકો જેવા કે ફૂલેવર, કોબીજ, ભીંડ,ગુવાર, ટામેટા, રીંગણ અને ચોળી વાવી શકાય છે. શરૂઆતમાં છોડની રોપણી બાદ ૨ વર્ષ સુધી છોડને સખત
આભાર - નિહારીકા રવિયા ગરમી અને વધુ પડતી ઠંડીથી બચાવવા જોઈએ. ગરમીના દિવસોમાં જમીનનો ભેજ જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવી.
ફળવાડીને સ્વચ્છ રાખવી. નિયમિત નિંદામણ અને ખેડ કરવી. જામફળના છોડને બીજા વર્ષથી ફૂલ બેસવાની શરૂઆત થાય છે. આ ફૂલ દૂર કરવા જોઈએ અને ત્રીજા વર્ષથી ફળનો ઉતાર લેવો હિતાવહ છે. જેથી ઝાડનો બરાબર વિકાસ થાય છે.
કેળવણી અને છાંટણી ઃ- જામફળના છોડને કુદરતી રીતે વધવા દેવામાં આવે તો તેનો આકાર બેડોળ બની જાય છે માટે ઝાડને શરૂઆતથી જ કેળવણી આપવી જરૂરી છે. જામફળના છોડને શરૂઆતની અવસ્થામાં ૬૦થી ૯૦ સે.મી. ઊંચાઈ સુધી એક જ થડ ઉપર વધવા દેવો જોઈએ. ત્યારપછી થડ ઉપર ચારે દિશામાં એક એક ડાળી વિકસવા દેવી. અમુક ઊંચાઈ બાદ ટોચનો ભાગ કાપી નાખવો. શરૂઆતમાં છોડના મુખ્ય થડની આજુબાજુ નીકળતા પીલાને દૂર કરતાં રહેવું જોઈએ.
જમીનનું તાપમાન ઓછું રાખવા અને જમીનનો ભેજ ઓછો થતો અટકાવવા જમીન ઉપર કાળી પ્લાસ્ટિક કે દિવેલાની ફોતરી, ઘઉં કે ડાંગરના પરાળનું આચ્છદાન કરવું જેથી જમીનનો ભેજ જળવાઈ રહે.
બહારની માવજત ઃ- સામાન્ય રીતે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં જો છોડને સતત પાણી મળે તો સતત ફૂલ આવતા હોય છે એટલે કોઈ ચોક્કસ ઋતુમાં ફાલ લેવા માટે ચોક્કસ સમયે તેને બહારની માવજત આપવી જરૂરી છે. ગુજરાતમાં જૂન માસના મૃગ નક્ષત્ર દરમિયાનની મૃગ બહારની ભલામણ છે. આ સમય દરમિયાન થતા ફળો શિયાળામાં
પાકે છે, ઉત્તમ પ્રકારનાં અને સ્વાદિષ્ટ હોય છે. તેમજ ફળમાખીનો ઉપદ્રવ પણ ઓછો હોય છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 87
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 85
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 159
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 219
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 213
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 117
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 121
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 93
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 100
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 94
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 85
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 81
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 178
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 83
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 101
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 110
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 96
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 91
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 83
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 95
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 91
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 94
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 99
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 91
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 84
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 95
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 96
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 86
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 86
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 86
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 74
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 88
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 134
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 71
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 81
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 88
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 69
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 152
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 72
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 64
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 69
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 67
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 74
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 90



