તસવીરમાં દેખાતા રોડ-રસ્તા કરતા કાચા રસ્તા સારા ન્યુ ગાંધીનગરના ન્યુ રસ્તાની હાલત બિસ્માર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-09 11:15:09
  • Views : 329
  • Modified Date : 2020-10-09 11:15:09

ન્યુ ગાંધીનગરના રોડ રસ્તા પર ગાડા, ઘોડાગાડી બળદગાડા ચાલે એવા રોડ પર ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર ચાલવાથી રોજબરોજ પંચર પડી રહ્યા છે. ખાડા-ગાબડા પૂરીને રોડ રસ્તાને ટેમ્પરરી થીગડા મારી પુરી શકાય છે. અત્યારે ગાંધીનગર બે વિભાગમાં વહેંચાયેલું છે જૂનું ગાંધીનગર અને નવું ગાંધીનગર.
જૂના ગાંધીનગરમાં સવારે રોનક હોય છે અને નવા ગાંધીનગરમાં રાત્રે રોનક હોય છે. જુના ગાંધીનગરમાં હરિયાળી અને વૃક્ષોની નગરી બનેલી છે, ત્યારે નવા ગાંધીનગરમાં કોંક્રિટ જંગલોમાં ફેરવાયું છે. ગાંધીનગર શહેરમાં જમીનના ભાવ ખૂબ જ ઊંચા છે ત્યારે હાલ મંદી પ્રવર્તી રહી છે અને વિકસિત કરવા ગુડા કામ કરી રહી છે. હવેથી મોટાભાગના શહેરી વિસ્તારો બાદ નવા વિકસિત વિસ્તારોમાં ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક આવી જતા અત્યારે ગુડા અને ગાંધીનગર મહાનગરપાલિકા કામના સંદર્ભે રોડ રસ્તા તૂટી ગયા હોવા છતાં હજુ સુધી થીગડા પણ મારી શકી નથી. ગાંધીનગરના નવ વિકસિત એવા રાયસણ, કુડાસણ, કોબા, સરગાસણ જેવા વિસ્તારોમાં રોડ રસ્તા એટલા તૂટી ગયા છે કે અહીંયા બળદગાડા ઘોડા ગાડી ચલાવવા સિવાય કોઈ જ ગાડી ચાલી શકે તેમ નથી. ત્યારે રોજબરોજ પંચર પડવાના અને રોજ ડસ્ટ પણ તેટલી જ ઉડી રહી છે. ગાંધીનગરના વિકાસની પાંખો ડગમગી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. મુખ્યમંત્રી દ્વારા દિવાળી સુધીમાં તમામ રોડ રસ્તા બનાવી દેવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. પરંતુ હાલ પૂરતા ખાડામાં ગાબડા અને થીંગડા તો પુરાવો તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે.

Download Our B K News Today App



Related News