ઢીમા પંથકમાં કમોસમી વરસાદથી દાડમના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-08 11:40:30
  • Views : 461
  • Modified Date : 2020-01-08 11:40:30

વાવ તાલુકામાં દિવાળી
પછી આવેલ કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. તો વળી જીરૂ, ઈસબગુલ, રાયડુ સહિતના અનેક પાકનું પિયત
પણ ઘણું મોડું થયું છે. ત્યારે  કમોસમી વરસાદથી સરહદી વિસ્તારમાં ખુબ જ મોટાં પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે દાડમનો પાક કમોસમી વરસાદથી ફાટી ગયો છે. ત્યારે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આમ તો સરહદી વિસ્તારમાં જીરા સહિત પાકને માવઠા અને ખરાબ વાતાવરણથી જીરાના પાકમાં ચરમી સહિતનો બગાડ થાય છે. ત્યારે કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનને કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
વાવ તાલુકાના તખતપુરા, પ્રતાપપુરા, ઢીમા, કોળાવા, ચુવા સહિતનાં ગામડાઓમાં બાગાયતી પાકો થકી લાખ્ખો રૂપિયાની કમાણી મેળવી રહ્યા છે. તો વળી વાવ તાલુકાના પ્રતાપપુરા ગામના ખેડૂત માનાભાઈ ગંગારામભાઈ પટલે પોતાની ૩ એકર જમીનમાં ચંદનની ખેતી કરી ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે. ત્યારે આવનાર બે વર્ષ પછી લાખ્ખો રૂપિયાની આવક મેળવશે. વાવ, થરાદ, સુઈગામ સહિતના નર્મદા જળ થકી ખેડૂતોના જીવનધોરણ ઊંચા આવ્યા છે. તો વળી ૨૧મી સદીમાં ખેડૂતો અત્યાધુનિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે ચીલાચાલુ ખેતીને છોડીને ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે. ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ દ્વારા
પાણીનો પણ મોટા પ્રમાણમાં બચાવ થાય છે. ઓર્ગેનિક ખેતીનું જ્ઞાન ધરાવતાં ખેડૂતોએ નવો ચીલો ચિતર્યો છે. સરહદી વાવ તાલુકામાં બાગાયતી ખેતી કરી આ શુષ્ક પ્રદેશ નર્મદાના નીર થકી હરિયાળો બન્યો છે. ત્યારે આ વિસ્તારમાં દાડમ, પપૈયા, જેવાં
પાકનું વાવેતર કરવામાં આવે છે. તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News