એન.એસ.યુ.આઈ.ના વિદ્યાર્થીઓ પી.પી.ઇ કીટ પહેરીને યુનિવર્સિટી પહોંચ્યા, પરીક્ષાઓ રદ કરવાની અને બીઆરટીએસ અને એએમટીએસ શરૂ કરવાની માંગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 13:54:03
  • Views : 250
  • Modified Date : 2021-03-18 13:54:03

    રાજ્યમાં ફરી કોરોના સંક્રમણ વધતા સરકાર દ્વારા કેટલાક નિર્ણયો લેવાયા છે. જેમાં રાત્રિ કર્ફ્યૂમાં 2 કલાકનો વધારો, BRTS અને AMTS બસ સેવા બંધ, બાગ-બગીચા તેમજ લેક સહિતના અનેક વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા છે. અમદાવાદ આજથી BRTS અને AMTS બસ બંધ થતા અનેક લોકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. ત્યારે NSUIના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. તમામ PPE કીટ પહેરીને યુનિવર્સિટી પહોંચ્યા હતા. તેઓની માંગ છે કે, કોરોના સમયમાં પરીક્ષા રદ્દ થાય અથવા ઓનલાઈન પરીક્ષા લેવાય તેવી માંગ કરી છે.


    અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ગુરુવારથી શહેરમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેને કારણે અનેક નોકરિયાત વર્ગ, સામાન્ય અને ગરીબ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. લોકોમાં રોષ એ વાતનો છે કે કોર્પોરેશન એકાએક મોડી રાતે નિર્ણય લઈ લે છે અને જનતાને હેરાન થવું પડે છે. ચૂંટણીઓ અને મેચમાં હજારો લોકો ભેગા થયા ત્યારે કેમ નિર્ણય ન લેવામાં આવ્યો. AMTS અને BRTS બસમાં બે સીટમાં એક સીટ પર એક વ્યક્તિ એમ 50 ટકા સાથે બસો ચાલુ રાખવી જોઈએ એવી માગ કરી છે.



    AMTS બસમાં નોકરી જતાં તારાબેને જણાવ્યું હતું કે AMTS અને BRTS બસો બંધ થતાં ખૂબ જ હાલાકી પડી છે. રિક્ષાચાલકો વધુ ભાડું માગે છે, જે કાઢવું મુશ્કેલ છે. ઓછી કમાણી હોય અને વધુ ભાડું ચૂકવી શકતા નથી ત્યારે AMTS અને BRTS બસ સેવા કોર્પોરેશને બે સીટ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ સાથે એક સીટ પર એક વ્યક્તિ બેસાડી ચાલુ રાખવી જોઈએ, જેથી લોકોને હેરાનગતિ ન થાય.

    કોરોનાની બીજી લહેરની એન્ટ્રી વચ્ચે ચાર મહાનગરપાલિકામાં નાઈટ કર્ફ્યૂનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. કોરોનાના કેસ બેકાબૂ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના ખૌફને કારણે ગુરુવારથી શહેરના તમામ બાગ-બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના કાંકરિયા લેક તેમજ ઝૂ પણ બંધ કરવામાં આવ્યાં છે. કોર્પોરેશનના 273 ગાર્ડન આજથી બંધ કરી દેવાયા છે, જેથી હવે મોર્નિંગ વૉક કરનાર પણ હેરાન થશે.


    આ પહેલાં અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરાં બંધ રહેશે તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

    રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આજે 17 માર્ચ 2021થી ચાર મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા, એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સરકારના નિર્ણયને પગલે ST દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચારેય શહેરમાં બસ રાતના 10 વાગ્યા બાદ પ્રવેશ નહિ કરે, જ્યારે રિંગ રોડથી બસ સિટીમાં નહીં પ્રવેશે અને સિટીમાં લઈ જવા માટે રિંગ રોડથી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરશે.


Download Our B K News Today App



Related News