બહેરામપુરમાં એકલા રહેતા એનઆરઆઇ સિનિયર સીટીઝનના મોઢા પર ટેપ અને આંખમાં મરચું નાખીને લૂંટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-25 12:57:07
  • Views : 255
  • Modified Date : 2021-02-25 12:57:07

    શહેરના ભેરમપુરા વિસ્તારમાં રહેતા એનઆરઆઇ સિનિયર સિટીઝનને રાતે 3 વાગે ઘરમાં ઘૂસીને લૂંટી લેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાતે વૃદ્ધ ઘરમાં એકલા હતા ત્યારે 3 વાગ્યાના અરસામાં કોઈએ ડોરબેલ વગાડ્યો અને જેવો દરવાજો તેમને ખોલ્યો કે તરત જ કોઈએ તેમના પર મરચાની ભૂકી નાખી દીધી હતી. ત્યારબાદ તેમના મોઢા પર અને હાથ પર સેલોટેપ બધી દીધી હતી. થોડી વારમાં આવેલા શખ્સો ઘરમાંથી લૂંટ કરીને ફરાર થઈ ગયા હતાં. આ મામલે હાલ કાગડાપીઠ પોલીસે ગુનો નોંધો તપાસ હાથ ધરી છે.

    અમદાવાદમાં ફરી એક વખત સિનિયર સિટીઝન ટાર્ગેટ પર આવ્યા છે, શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 72 વર્ષીય નરેનભાઈ શાહ મૂળ અમેરિકન નાગરિકત્વ ધરાવે છે તેમજ તેમના પત્ની હાલ અમેરિકા છે આઠ વર્ષથી નરેન્દ્ર ભાઈ અમદાવાદમાં રહે છે. 25મી તારીખે તેઓ રાતના બે વાગ્યા સુધી ઘરમાં જાગતા હતા ત્યારબાદ તેઓ સુઈ ગયા અને ત્રણ વાગ્યાની આસપાસ તેમના ઘરનો ડોરબેલ વાગ્યો હતો.

    નરેન્દ્રભાઈએ દરવાજો ખોલતાં તેઓ કોઈ સમજી શકે તે પહેલાં જ તેમની આંખમાં મરચાની ભૂકી કોઈએ નાખી દીધી હતી. જેના કારણે તેઓ દેખી શક્યા નહીં થોડીવારમાં આ લોકોએ નરેન્દ્ર ભાઈ ના મોઢા પર અને હાથ પર ટેપ વીંટી દીધી હતી. ત્યારબાદ આ શખ્સોએ ઘરમાંથી ટીવી ચાંદીની વીંટી અને અન્ય વસ્તુઓ લઈને ફરાર થઇ ગયા હતા. જેમ તેમ કરીને નરેનભાઈએ પોતાનો સેલોટપ કાઢીને આસપાસના લોકોને જાણ કરી હતી.જેથી કાગડાપીઠ પોલીસ ત્યાં આવી પહોંચી હતી.હાલ. નરેનભાઈની ફરિયાદના આધારે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News