ડાકોર મંદિરમાં હવે VIP દર્શનનો પગપેસારો, દર્શન માટે ચુકવવા પડશે રુપિયા 500.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-25 16:02:04
  • Views : 97
  • Modified Date : 2023-08-25 16:02:04

ભક્તોએ જો કાળિયા ઠાકોરના નજીકથી દર્શન કરવા હશે તો તમારે નાણાં ચુકવવા પડશે.જો ડાકોરના ઠાકોરના નજીકથી દર્શન કરવા હશે તો તમારે રૂ 500 ચૂકવવા પડશે. ડાકોરના રણછોડજી મંદિરમાં VIP દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ VIP દર્શન માટે રૂપિયા 500નો ચાર્જ રખાયો છે. એટલે કે રૂપિયા ચૂકવીને હવે  ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઇને દર્શન કરી શકાશે.તો મહિલાઓની દર્શન જાળીએથી પુરુષોને દર્શન કરવા હશે તો રૂપિયા 250 ચૂકવવા પડશે. જોકે VIP દર્શન કરનાર પરિવાર સાથે આવેલા 12 વર્ષથી નાના બાળકો મફત દર્શન કરી શકશે.ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ડાકોરમાં કાઉન્ટર પર ચાર્જ ચૂકવી VIP દર્શન કરવાની મંજૂરી મેળવી શકાય છે. ભવિષ્યમાં આ સુવિધા ઓનલાઈન પણ કરવાની તૈયારી ચાલી રહી છે. જો કે ભક્તો આ નિર્ણયને અયોગ્ય ઠેરવી રહ્યા છે અને નિર્ણય પરત ખેંચવાની માગ કરી રહ્યા છે. કારણકે ઘણા શ્રદ્ધાળુઓ દર પૂનમે અહીં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે દર પૂનમે VIP દર્શનનો લાભ લેવો ગરીબ અને મધ્યમવર્ગના ભક્તોને પોષાય એમ નથી.મહત્વનું છે કે ગુજરાતના મોટા મંદિરમાં ક્યાંય આવો VIP દર્શનનો ચાર્જ નથી વસૂલાતો, પરંતુ ડાકોર મંદિરમાં પ્રથમ વખત ચાર્જ વસૂલીને VIP દર્શન કરાવવાનો પ્રારંભ થયો છે. જેના કારણે મંદિરની આવકમાં વધારો થશે. મંદિરના ટ્રસ્ટીનું માનવું છે કે, ચાર્જ તરીકે વસૂલાતી રકમ વૈષ્ણવોની સુવિધા માટે વપરાશે.નાસિકમાં આવેલા શિરડી સાંઈબાબાના દર્શન કરવા માટે VIP લોકો પાસે પૈસા વસૂલ કરવામાં આવે છે.શિરડી સાંઈબાબા મંદિરના સત્તાધિશો રજાઓ અને તહેવાર દરમિયાન મંદિરમાં દર્શન કરવા માટે આવનાર VIP નાગરિકો પાસે ફી વસૂલે છે.નાસિકના કાલિકા મંદિરમાં VIP દર્શન માટે રૂ.100નો ચાર્જ છે. તિરુપતી બાલાજી મંદિરમાં પણ ભક્તો માટે VIP દર્શનની સુવિધા હોય છે. તિરૂપતિમાં VIP દર્શન માટે શ્રદ્ધાળુ દીઠ રૂ.300 રૂપિયા છે.શ્રીનાથજીમાં VIP દર્શન માટે રૂપિયા 350 ચાર્જ વસૂલાય છે. શ્રીનાથજીમાં સામાન્ય દર્શન માટે રૂપિયા 50ની રજિસ્ટ્રેશન ફી છે. ઝારખંડના દેવઘર જિલ્લામાં આવેલ બાબા વૈધનાથ ના VIP દર્શન માટે હવેથી ડિજિટલ કાર્ડ લેવું ફરજિયાત છે.તો કેદારનાથ-બદ્રીનાથમાં પ્રતિ વ્યક્તિ રૂપિયા 300ની વસૂલાત કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News