હવે ગુજરાતમાં પણ બનશે આઇસક્રીમનાં કોન! 125 કરોડનાં ખર્ચે બની રહ્યો છે પહેલો વહેલો પ્લાન્ટ, CR પાટીલ કરશે ખાતમુહૂર્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-07 11:47:36
  • Views : 201
  • Modified Date : 2022-06-07 11:47:36

હવે ગુજરાતમાં પણ બનશે આઇસક્રીમનાં કોન! 125 કરોડનાં ખર્ચે બની રહ્યો છે પહેલો વહેલો પ્લાન્ટ, CR પાટીલ કરશે ખાતમુહૂર્ત

સુમુલ ડેરી દ્વારા રાજ્યમાં આઈસ્ક્રીમ પ્લાન્ટ નાખવાનું આયોજન કરાયું છે. પારડી ખાતે સુમુલ ડેરી ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપશે. 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી આઈસ્ક્રીમનો પ્લાન્ટ સ્થાપશે. આઈસ્ક્રીમ અને કોન પ્લાન્ટનું ખાતમુહૂર્ત C.R પાટીલ કરશે. આવતી કાલે ખુદ સી.આર.પાટીલના હસ્તે સવારે 9.30 કલાકે આઈસ્ક્રીમ પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરાશે.

સુમુલ ડેરી રોજ 3 લાખ કોનનું ઉત્પાદન કરશે

દેશભરમાં આઈસ્ક્રીમનું વેચાણ વધતા સુમુલ ડેરીએ આ યોજના બનાવી. કેન્દ્રની પ્રોડક્ટ લિંક ઇનસેન્ટિવ સ્કીમમાં મંજૂરી આપવામાં આવી. એક લાખ લીટર આઈસ્ક્રીમ સાથે રોજ 3 લાખ કોનનું સુમુલ ડેરી ઉત્પાદન કરશે. આઇસ્ક્રીમના પ્લાન્ટની ક્ષમતા 8 ડેરીના પ્લાન્ટ જેટલી છે. જણાવી દઇએ કે, પ્લાન્ટના ખાતમુહૂર્તમાં મંત્રી કનુ દેસાઈ, જગદીશ પંચાલ અને મુકેશ પટેલ હાજર રહેશે. MD આર.એસ. સોઢી પણ આ પ્લાન્ટમાં ઉપસ્થિત રહેશે.

સુમુલ ડેરી આઈસ્ક્રીમનું રોજિંદુ ઉત્પાદન 1 લાખ લીટર કરશે

વધુમાં જણાવી દઇએ કે, અમૂલ બ્રાન્ડથી બનતો આઈસ્ક્રીમ એ રિયલ મિલ્ક ફેટમાંથી બને છે. ત્યારે હાલમાં આઈસ્ક્રીમની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. પાર્ટી પેકથી લઈને કોન, કપ, કુલ્ફીની સાથે ચોકલેટ-બટરસ્કોચ કોનની માંગમાં પણ વધારો થયો છે. ત્યારે હવે આ માંગને પહોંચી વળવા માટે ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને સુરત સુમુલ ડેરીને પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે પરવાનગી આપી છે. જેથી સુમુલ આઈસ્ક્રીમનું રોજિંદુ ઉત્પાદન 50,000 લિટરથી વધી 1 લાખ લીટર કરશે. 50 હજાર લીટર આઈસ્ક્રીમનું ઉત્પાદન વધારવા માટે સુમુલ ડેરી આ નવો પ્લાન્ટ ઉભો કરશે.

 

 

 

Download Our B K News Today App



Related News