હવે ગંગાની જેમ સૂર્યપુત્રી તાપીની દરરોજ આરતી થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-22 13:40:43
  • Views : 100
  • Modified Date : 2023-10-22 13:40:43

નવરાત્રિ પર્વ અશ્વિન શુક્લ સપ્તમી નિમિત્તે શનિવારે સાંજે તાપી મૈયાની આરતીકરવામાં આવી હતી. જહાંગીરપુરા સ્થિત રામમઢી આશ્રમના લાલ ઘાટ પર દીવાઓ ઝગમગાટ નજરે પડ્યો હતો. ગંગા આરતીની જેમ નિયમિત તાપી આરતીની પણ તૈયારીઓ કરવામાં આવી છે. ઘાટ પર તાપી આરતી માટે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. દરરોજ અહીં આરતીનો ભવ્ય નજારો જોવા મળશે.વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીના સમકક્ષ માં તાપીની આરાધનાના સાક્ષી બનવા માટે હરિદ્વાર અને બનારસમાં ગંગા નદીના ઘાટ પર જેમ દરરોજ સાંજે હજારો લોકો એકઠા થાય છે તે રીતે સુરતમાં પણ નજારો જોવા મળે છે. હવે લોકો તાપી નદીના કિનારે પણ આ નજારો જોઈ શકશે. ગંગા આરતીની જેમ જ શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા રામમઢી આશ્રમના પરિસરમાં તાપી આરતી કરવામાં આવશે.અહી તાપી નદીના લાલ ઘાટ પર તાપી આરતી માટે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.રામમઢી આશ્રમના સંત મૂળદાસ બાપુના શિષ્યો અને ભક્તો ઉપરાંત શહેરની સંસ્કૃત શાળા અને કોલેજના વેદપાઠી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રામમઢી આશ્રમ ઉપરાંત પ્રોજેક્ટ સુરત સ્વચ્છતા અભિયાનના સભ્યો, શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ રિનોવેશન ટ્રસ્ટ અને અન્ય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ નિયમિત તાપી આરતીની તૈયારીઓમાં સક્રિય છે.

Download Our B K News Today App



Related News