હવે AC હેલમેટ પહેરીને સેવા બજાવશે ગુજરાતનાં ટ્રાફિક પોલીસના જવાનો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-13 16:59:18
  • Views : 184
  • Modified Date : 2023-08-13 16:59:18

અમદાવાદમાં શિયાળો, ઉનાળો કે ચોમાસા ખડેપગે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે પ્રાયોગિક ધોરણે એસી હેલમેટ લાવવામાં આવ્યા છે. કાળઝાળ ગરમીમાંથી ટ્રાફિક પોલીસકર્મીઓને થોડીઘણી રાહત મળે તે હેતુથી અત્યારે પ્રાયોગિક ધોરણે હેલમેટ લાવવામાં આવ્યા છે. અમદાવાદના ત્રણ ટ્રાફિક પોઈન્ટ નાના ચિલોડા, પિરાણા ચાર રસ્તા અને ઠક્કરબાપા નગર ચાર રસ્તા પર ફરજ બજાવત એક મહિલા કર્મચારી અને બે પુરુષ કર્મચારીઓને અત્યારે આ હેલમેટ અપાયા છે. આ ત્રણેય કર્મચારીઓના ફીડબેક બાદ ઉચ્ચ સ્તરે રિપોર્ટ રજૂ કરવામાં આવશે, તેના અનુભવના આધારે વધુ એસી હેલમેટ લાવવાના કે નહીં તે નક્કી કરાશે. એટલે કે આ ત્રણેય કર્મચારીઓ પાંચ દિવસ સુધી આ હેલમેટ પહેરશે અને ત્યાર બાદ તેઓ તેમનો અનુભવ જાણાવશે. તેમના અનુભવના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે ગૃહવિભાગ અને રાજ્ય સરકાર આ હેલમેટને લઈને યોગ્ય નિર્ણય લેશે. અત્યાર સુધી ટ્રાફિક કર્મચારીઓને શિયાળામાં સ્વેટર-જેકેટ, ચોમાસામાં રેઈનકોટ અપાતા હતા, ત્યારે હવે ઉનાળામાં એસી હેલમેટ આપવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. 

 

Download Our B K News Today App



Related News