હવે અમદાવાદમાં કોરોનાના ગંભીર દર્દીઓને કોમ્યુનિટી હોલમાં બોલાવી રેમડેસિવિર ઇન્જેક્શન અપાશે, નીતિન પટેલની જાહેરાત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-08 15:38:02
  • Views : 269
  • Modified Date : 2021-04-08 15:38:02

    રાજ્યમાં કોરોનાની અતિગંભીર સ્થિતિને પગલે સરકાર પણ દોડતી થઈ છે. આરોગ્યમંત્રી નીતિન પટેલે આજે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં દરરોજ 1.25 લાખ દર્દીઓ આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સારવાર માટેની વ્યવસ્થા કરવાાં આવી રહી છે. વીડિયો-કોન્ફરન્સ દ્વારા કલેકટર અને કમિશનર સાથે સતત ચર્ચાઓ ચાલી રહી છે. સુરતની મુલાકાત પણ લીધી હતી. જામનગર, વડોદરા, મોરબી તમામ જગ્યાઓ પર નજર રાખવામાં આવે છે.

    આ ઉપરાંત અમદાવાદમાં કોમ્યુનિટી હોલ અને અન્ય મોટા હોલમાં જે દર્દી ગંભીર હોય તેમને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવશે. એકવાર ઇન્જેક્શન લઈને જાય એ બાદ તેમને બીજા દિવસે આવવાનું રહેશે. એનો અર્થ એ થયો કે હોસ્પિટલોમાં બેડ મળતાં નથી, જેથી ગંભીર દર્દીઓને કોમ્યુનિટી હોલમાં ઇન્જેક્શન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

    રાજ્ય સરકારે ગંભીર દર્દીઓને કોમ્યુનિટી હોલમાં બોલાવી રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનો નિર્ણય તો લઈ લીધો છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગંભીર દર્દીઓને કોમ્યુનિટી હોલમાં કોણ અને કેવી રીતે લઈ જશે. આ સમયે દર્દી અશક્ત હાલતમાં હોવાથી તે જાતે તો કોઈપણ ભોગે જઈ શકે નહીં. જો તેના પરિવારજન લઈ જશે તો તે પણ સંક્રમણનો ભોગ બની શકે છે.જ્યારે SVP હોસ્પિટલમાં 1000ની કેપિસિટી છે, જે હવે ફક્ત કોરોના માટે જ રહેશે. હાલ SVPમાં 500 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ખાનગી મેડિકલ કોલજનાં 24 બેડ આપવામાં આવ્યાં છે તેમજ જીસીએસ કેન્સર હોસ્પિટલનાં પણ 160 બેડ મેળવી લીધાં છે, જેનો તમામ ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર કરશે. સિવિલ કેમ્પસમાં કેન્સર હોસ્પિટલમાં 100 બેડ વધારવામાં આવ્યાં છે તેમજ

    બોપલ વિસ્તારમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેમાંથી ત્રણને હોમ ક્વોરન્ટીન અને સિનિયર સિટિઝન સભ્યને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતાં ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે દર્દીના સગાને બોલાવી બહારથી રેમડેસિવિર ઈન્જેક્શન મેનેજ કરવા જણાવ્યું હતું. 25થી વધુ જગ્યાએ તપાસ કરવા છતાં દર્દીના સગાને રેમડેસિવિર ઈન્જેક્શન મળ્યાં નહોતાં, ત્યાં સુધી કે દર્દીના સગા ઝાયડસ હોસ્પિટલ અને જીસીએસ હોસ્પિટલમાં ગયા તો 24 કલાક પછી ફોન કરીને આવવા જણાવાયું હતું.

    આવા એક નહીં, પણ સંખ્યાબંધ દર્દીનાં સગાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે શહેરમાં રઝળપાટ કરી રહ્યા છે. રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાતાં જેમની પાસે ઈન્જેક્શનનો સ્ટોક છે તેમણે દર્દીના સગા પાસે પાંચ હજાર રૂપિયા સુધી વસૂલવાની શરૂઆત કરી છે. ઇન્જેક્શનના આવા કાળાં બજાર સામે સરકાર લાચાર હોવાનું જણાઈ રહ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે ડૉ. પીના સોનીએ સોલા સિવિલમાં દાખલ દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News