હવે મ્યુચ્યુઅલ ફંડમાં જોખમનું સ્તર ચકાસવા ‘કલર-કોડ’ સિસ્ટમ લાગુ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-29 18:13:50
  • Views : 189
  • Modified Date : 2024-09-29 18:13:50

સરકાર દ્વારા વિવિધ પ્રોડકટોમાં ગુણવતા માપદંડો ચકાસવા માટે કલર કોડલાગુ કરવામાં આવ્યા છે. શેરબજારનાં નિયમનકાર સેબીએ પણ આ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.શેરબજારમાં રોકાણનો ક્રેઝ અસામાન્ય છે. મ્યુચ્યુઅલ ફંડોમાં પણ જંગી રોકાણ ઠલવાય છે. ત્યારે મ્યુચ્યુઅલ ફંડોની સ્કીમોમાં જોખમનું સ્તર દર્શાવવા માટે કલર કોડ સીસ્ટમ લાગુ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.જોખમના સ્તરને સરળતાથી સમજી શકે તે માટે યોગ્ય સીસ્ટમ લાગુ કરવી જોઈએ.સેબીની દરખાસ્ત અનુસાર રોકાણમાં જોખમને દર્શાવતા છ કલર કોડ લાગુ કરાશે. લીલા કલર કોડથી જોખમ ન્યુનતમ હોવાનો સંકેત ગણાશે.જયારે લાલ કલર કોડ સૌથી જોખમી જણાશે. સેબી દ્વારા 18 ઓકટોબર સુધીમાં સુચનો માંગવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મ્યચ્યુઅલ ફંડ યોજનાઓમાં પણ અને જોખમ હોય છે અને તે ચકાસવા કંપનીઓ જોખમ મીટરનો ઉપયોગ કરે છે જોકે અનેક ઈન્વેસ્ટરોને માટે તે સમજવાનું મુશ્કેલ છે.

Download Our B K News Today App



Related News