ડીસા નગરપાલિકા દ્વારા હવાઈ પીલર સામે બનેલ શોપિંગ સેન્ટર મામલે નોટિસ અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-09 11:05:13
  • Views : 218
  • Modified Date : 2022-06-09 11:05:13

 

 

ડીસા શહેરમાં હાલ નગરપાલિકાની પરમિશન વગર અનેક શોપિંગ સેન્ટરો નું બાંધકામ થઈ ચૂકી છે ખાસ કરીને હાલમાં જે પ્રમાણે વ્યાપાર નું પ્રમાણ વધ્યું છે તેના કારણે દિવસે ને દિવસે શોપિંગ સેન્ટરો નું પ્રમાણ પણ વધી રહી છે આજે મોટાભાગના રહેણાંક વિસ્તારોમાં મોટા મોટા શોપિંગ સેન્ટરો ઉભા કરી દેવામાં આવ્યા છે અને મોટાભાગના તમામ શોપિંગ સેન્ટરોનું બાંધકામ નિયમ વિરુદ્ધ જોવા મળી રહ્યું છે ત્યારે ડીસા નગરપાલિકા વિસ્તારના હવાઈ પિલર સામે આવેલ રેસીડેન ન 55 વાળી જગ્યા પર વાણિજ્ય બાંધકામ કરવામાં આવી રહેલ છે તેવી અરજદાર દ્વારા નગરપાલિકા માં અરજી કરવામાં આવી હતી જે અરજીના આધારે પાલિકા દ્વારા શોપિંગ સેન્ટરના માલિકને તમામ પ્રકારના શોપિંગ સેન્ટરના વાણિજ્ય બાંધકામ થયું નથી તેવા પુરાવા આપવા માટે જણાવ્યું હતું જેમાં શોપિંગ સેન્ટરના માલિકે નગરપાલિકા માં બાંધકામને લઈ પુરાવા પણ રજૂ કર્યા હતા જેમાં શોપિંગ સેન્ટર ના માલિક દ્વારા જગ્યાના બાંધકામ મંજૂરી નો નકશો તથા હુકમ રજૂ કરવામાં આવ્યો હતો જે પુરાવામાં રહેણાંક હેતુ માટે પરમિશન લીધેલ હોવાનું જણાવ્યું હતું પરંતુ પાલિકાની ટીમ દ્વારા તપાસ કરતાં સ્થળ પર શોપિંગ સેન્ટર ના માલિક દ્વારા વાણિજ્ય પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું હતું જેથી ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા શોપિંગ સેન્ટરના માલિકને નોટિસ આપવા જણાવ્યું હતું કે દિવસ સાતમા બાંધકામ બાબતનો ખુલાસો કરવામાં આવે અને જો તેમ કરવામાં નહીં આવે તો ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ 1976ની કલમ 27 થી ૩૬ હેઠળ ડીસા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News