પાટણ જિલ્લામાં ફાયર સેફટી વગરના ૯૮ એકમોને નોટીસો પાઠવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-27 12:01:12
  • Views : 531
  • Modified Date : 2019-05-27 12:01:12

સુરતના તક્ષશિલા આર્કેડમાં ભયંકર આગમાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. જેના પગલે સમગ્ર ગુજરાતમાં તંત્ર હરકતમાં આવી તમામ ટ્યુશન ક્લાસીસ તાત્કાલિક બંધ કરવા સરકારનો આદેશ થતાં
પાટણ જિલ્લામાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાના ૯૮ જેટલા એકમોને નોટીસ પાઠવવામાં આવી હતી.
ગુજરાતમાં તંત્ર અને બિલ્ડરો કાયદાઓ નેવે મુકીને બિલ્ડીંગો  બનાવી દેવામાં આવતા હોય છે અને તેમાં પુરતી સગવડ ન હોવાના કારણે આવી મોટી ઘટનાઓ બનવા પામી રહી છે. અને સરકાર પણ આવા કોઇ ઘટના બને ત્યારે જાગે છે અને ત્યાર પછી પાછી નિદ્રાંધિન થઇ જતી હોય છે. આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાત નહી પરંતુ દેશમાં પડયા છે અને બીજા રાજ્યોમાં
પણ આવા ક્લાસીસ બાબતે
તપાસ હાથ ધરવામાં આવી છે.
ત્યારે પાટણ જિલ્લા કલેકટર આનંદ પટેલના આદેશથી સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને જેમાં ૨૦૫ એકમો વિવિધ ટીમો બનાવીને તપાસ કર્યા હતા. તેમાના ૧૦૧ જેટલા એકમોમાં આવી ફાયર સેફટીનો અભાવ હતો. જેથી ૯૮ જેટલા વિવિધ એકમોને નોટીસ
પાઠવવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પાટણના મોટા ભાગના ક્લાસીસ સંચાલકો
પોતાના ધંધા બંધ કરીને ફરાર થઇ ગયા હતા. જેથી પાલિકા દ્વારા આવા લોકો સામે પણ તવાઇ હાથ ધરવામાં આવી છે અને તમામ લોકોને નોટીસો પણ બહાર દરવાજા ઉપર લગાવી દેવામાં આવી છે.

Download Our B K News Today App



Related News