સરઢવના ગુટલીબાજ તલાટી કમ મંત્રીને ટીડીઓએ નોટિસ ફટકારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-04 11:52:45
  • Views : 320
  • Modified Date : 2020-12-04 11:52:45

ગાંધીનગર તાલુકાના સરઢવ ગામમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.  છેલ્લા દોઢ મહિના કરતાં વધુ સમયથી ગુટલીબાજ તલાટી અનિયમિત રહેતા ગ્રામજનોના કામ ખોરંભે પડતા હતા. જેને લઇને ગામના નાગરિકો દ્વારા ટીડીઓથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી.
સરકાર દ્વારા ગ્રામ પંચાયત કક્ષાએથી ૨૮ જેટલા કામ થઈ શકે તે માટે સોંપણી કરી છે. ગ્રામજનોને તાલુકા અને જિલ્લા મથકોએ સામાન્ય દાખલો મેળવવા ધક્કા ખાવા પડતા હતા તેને લઈને જ સરકાર દ્વારા નાગરિકોના હિતમાં આ પ્રકારનો ર્નિણય કરવામાં આવ્યો હતો. પરંતુ કામચોર કર્મચારીઓના કારણે નાગરિકોને તે સમસ્યામાંથી મુક્તિ મળતી નથી ગાંધીનગર તાલુકાના સરઢવ ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ઇમરાન ખત્રી દોઢ મહિના કરતાં વધુ સમયથી અનિયમિત રહેતા હતા. જેને લઇને ગ્રામજનોના કામ માળીયે ચડી ગયા હતા.
જેને લઇને સરઢવ ગામના અને જિલ્લા એન.એસ.યુ.આઈ પ્રમુખ અમિત પારેખ સહિતના ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીથી માંડીને જિલ્લા વિકાસ અધિકારીની કચેરીના દરવાજા ખખડાવ્યા હતા. જેને લઇને તાલુકા વિકાસ અધિકારીએ ધાંધલીયાએ તલાટી કમ મંત્રી ઇમરાન ખત્રીને અનિયમિત રહેવા બદલ નોટિસ ફટકારી છે. તાલુકા વિકાસ અધિકારી આ બાબતે જણાવ્યું હતું કે તલાટી કમ મંત્રીને અનિયમિત રહેવા બદલ નોટિસ ફટકારી છે અને આગામી એક સપ્તાહમાં તેનો ખુલાસો કરવા જણાવ્યું છે.

Download Our B K News Today App



Related News