કૃષિકાયદા અંગેની બેઠકમાં કૃષિમંત્રી પહોંચ્યા જ નહીં, ખેડૂતોએ બહિષ્કાર કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 12:05:47
  • Views : 296
  • Modified Date : 2020-10-15 12:05:47

  નવા કૃષિકાયદા અંગે દિલ્હીના કૃષિભવન ખાતે બોલાવાયેલી બેઠકનો 29 ખેડૂત સંગઠનોના નેતાઓએ બહિષ્કાર કર્યો હતો. ખરેખર જ્યારે ખેડૂત નેતાઓને એ માહિતી મળી કે આ બેઠક કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરની જગ્યાએ કૃષિસચિવની સાથે યોજાઈ રહી છે તો તેઓ ભડકી ગયા હતા. ભારતીય ખેડૂત યુનિયનના જોગિન્દર સિંહ સહિત અન્ય નેતાઓએ કહ્યું કે મોદી સરકારે બેઠકમાં બોલાવી દગો કર્યો છે. અમે અહીં ચાલી રહેલી ચર્ચાથી સંતુષ્ટ નથી. વિરોધ વ્યક્ત કરતાં 30થી વધુ ખેડૂત નેતાઓએ બેઠક છોડી કૃષિકાયદાની કોપીઓ ફાડી અને મંત્રાલયની અંદર જ સૂત્રોચ્ચાર કર્યો હતો.

  ખેડૂત નેતાઓએ કહ્યું કે ચંદીગઢમાં મીટિંગ પછી આગામી રણનીતિ ઘડાશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગત મોનસૂન સત્રમાં પાસ કરાયેલાં ત્રણ બિલ વિરુદ્ધ પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં વિરોધ થઇ રહ્યો છે. મોદી સરકારે આ મુદ્દાના સમાધાન માટે ખેડૂતોને વાતચીત માટે બોલાવ્યા હતા. દિલ્હીમાં કેન્દ્ર અને ખેડૂતોની બેઠકનું કોઈ પરિણામ ન આવ્યા બાદ પંજાબ સરકારે નવા કૃષિકાયદાની સામે નવું બિલ લાવવા 19 ઓક્ટોબરે પંજાબ વિધાનસભામાં એક વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે.

Download Our B K News Today App



Related News