ડીસાના ખેટવા અને સાંડીયાના કાચા રસ્તાથી લોકો કંટાળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-05 13:06:36
  • Views : 298
  • Modified Date : 2021-08-05 13:06:36

     આઝાદી ને ૭૦ વર્ષ થઈ ગયા છતાં ખેટવા અને બાજુના સાંડીયા ગામના ખેડૂતો વિકાસથી વંચિત રહી ગયા છે. જ્યારે હાઇવે રસ્તાઓ નહોતા ત્યારે લોકો આ રસ્તાનો ઉપયોગ કરતા હતા.  છતાં આજે આ રસ્તો ચોમાસાના ત્રણ મહિના કાદવ કીચડથી ઉભરાઈ જાય છે. બાળકો શાળાએ જઇ શકતા નથી. જાય તો પણ જીવના જાેખમ જાય છે. ક્યારેક કાદવમાં સાપ અને ઝેરી જીવ જંતુઓ પણ જાેવા મળે છે. તેથી બાળકોને શાળાએ મૂકતા વાલીઓ પણ ડર અનુભવે છે. સાંજ-સવાર પશુપાલકો ડેરી દૂધ ભરાવવા માટે દૂધ ઉચકીને રસ્તામાં ચાલી શકતા નથી.  અન્ય કોઇ વાહન પણ આ રસ્તામાંથી પસાર થઇ શકે તેમ નથી.

     બાળકો ભણાવવા મૂકવા મુશ્કેલ બને છે ઃ બાળકોના વાલીઓચોમાસામાં પાણી ભરાઈ જવાથી કાદવ કીચડ થવાથી બાળકોને શાળાએ મૂકવા મુશ્કેલ બને છે અને બાળકો અંદરથી નીકળી શકતા નથી. તો સરકાર ખેટવા અને સાંડીયા રસ્તો બનાવે તો અમે અમારા બાળકોને ભણવા મોકલી શકીએ .દૂધની બરણીઓ ઉપાડીને રાતના સમયે અહીંથી નીકળવું પડે છે ઃ ખેડૂતોખેટવાના ખેડૂતોએ જણાવ્યું હતું કે ચોમાસામાં  અહી આખી વાટ પાણીથી ભરાઈ જાય છે અને તે ચાર મહિના સુધી પાણી ઓસરતું નહિ તેનાથી કાદવ કીચડ બને છે તેમાંથી અમારે દ્દૂધ ભરાવવા બરણીઓ ઉપાડી નીકળવું પડે છે. બાઇક જેવા સાધનો અંદર જ ફસાઈ જાય છે.

Download Our B K News Today App



Related News