ડીસાની શિવનગર પોલીસ ચોકી પાસે ૫ કિલો અને ૭૬૬ ગ્રામના ગાંજા સાથે રાજસ્થાનના એક શખ્સને ઝડપી પાડતી ઉત્તર પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-11 12:47:11
  • Views : 284
  • Modified Date : 2022-03-11 12:47:11

ડીસાની શિવનગર પોલીસ ચોકી પાસે કિલો અને ૭૬૬ ગ્રામના ગાંજા સાથે રાજસ્થાનના એક શખ્સને ઝડપી પાડતી ઉત્તર પોલીસ

એન્કર  સરહદી બનાસકાંઠા જિલ્લો હવે નશીલા પદાર્થોનો પ્રવેશ માર્ગ બની રહ્યો છે અગાઉ હિમાચલ પ્રદેશના યુવક પાસેથી હેરોઇન ઝડપાયા બાદ ડીસા શહેર ઉત્તર પોલીસે કિલો અને ૭૬૬ ગ્રામ ગાંજા સાથે રાજસ્થાનના એક શખ્સને દબોચી લીધો છે...

 

વી.બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે અને રાજસ્થાનથી મોટી માત્ર દારૂની સાથે સાથે હવે ગાંજો પણ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે.. ત્યારે આગામી સમયમાં આવનારા હોળી અને ધૂળેટીના તહેવારને લઈ ડીસા શહેર ઉત્તર પોલીસ ફૂટ પેટ્રોલીંગ કરી રહી હતી.. તે દરમ્યાન ડીસા શહેરમાં આવેલી શિવનગર પોલીસ ચોકી પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં પસાર થતો હતો.. જેથી પોલીસે શખ્સને રોકી તેની પાસે રહેલા થેલાની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.. પોલીસને થેલામાથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.. શખ્સ પાસેથી મળી આવેલો ગાંજાનો જથ્થોનો વજન કિલો અને ૭૬૬ ગ્રામ જેટલો થાય છે.. અને તેની અંદાજિત કિંમત ૫૭,૬૦૦ જેટલી થાય છે.. પોલીસે ગાંજા સાથે ઝડપી પડેલા શખ્સનું નામ મહાદેવરામ જસરામ મેઘવાળ હોવાનું જાણવા મળ્યું છે અને તે રાજસ્થાન જાલોર જિલ્લાના સાયલા તાલુકાના બાવતરા ગામનો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.. પોલીસે મહાદેવરામ પાસેથી ગાંજા સહિત મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ૬૧,૦૧૦ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.. પોલીસ અત્યારે ગાંજાનો જથ્થો ક્યાથી લાવવામાં આવી રહ્યો હતો અને કોને ડીલેવર કરવાનો હતો તે દિશામાં તપાસ ચલાવી રહી છે.. આરોપી મહાદેવરામ મેઘવાળ સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News