ઉ.ગુ.માં 24 કલાક વાદળછાયંુ વાતાવરણ રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-06 12:16:55
  • Views : 322
  • Modified Date : 2019-12-06 12:16:55

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં રાત્રીના તાપમાનમાં 3.2 ડિગ્રી સુધીનો વધારો નોંધાયો હતો.જ્યારે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના પગલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.જેમાં આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે ત્યારબાદ ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું.આમ અરબી સમુદ્રમાં લો પ્રેસરની અસર વર્તાઈ છે.જેના કારણે ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર શરૂ થઈ છે.જેના પરિણામે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,મહેસાણા,પાટણ,સાબરકાંઠા તેમજ અરવલ્લી સહિતના વિસ્તારોમા વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.આમ વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના પગલે લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રીની સાથે 3.2 ડિગ્રી સુધીનો વધારો નોંધાયો હતો.જ્યારે મહત્તમ તાપમાન 31.8 ડિગ્રીની સાથે 0.4 ડિગ્રીમાં વધારો નોંધાયો હતો.

Download Our B K News Today App



Related News