બનાસકાંઠાના 13 તાલુકાઓમાં 206 કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બિન સચિવાલય પરીક્ષા યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-25 11:49:33
  • Views : 222
  • Modified Date : 2022-04-25 11:49:33

બનાસકાંઠાના 13 તાલુકાઓમાં 206 કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બિન સચિવાલય પરીક્ષા યોજા

 

 

સમગ્ર ગુજરાતમાં આજે 33 જિલ્લાઓમાં બીન સચિવાલયની પરીક્ષા યોજવા જઈ રહી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના 13 તાલુકાઓના 206 કેન્દ્રો પર પરીક્ષા યોજવા જઇ રહી છે. જેમાં સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 70320 ઉમેદવારો પરીક્ષા આપવામાં આવ્યા છે.જેમાં આ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ના આચરાય તેને લઈને વહીવટી તંત્ર સહિત પોલીસ તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. 

 

 

 

 સમગ્ર ગુજરાત માં બિન સચિવાલય ક્લાર્ક ની 33 જીલ્લાઓ માં પરીક્ષા યોજવા જઇ રહી છે. પરંતુ અગાઉ અનેક ભરતી પરીક્ષા યોજાઈ હતી જેમાં અનેક ગેરરીતી પેપર લિંક સહિત ના બનાવો સામે આવ્યા હતા.જેને લઈને તંત્ર દ્વારા પરીક્ષા ઓ રદ કરવામાં આવી હતી.વારંવાર પેપર લિંક તેમજ ભરતીમાં ગેરરીતિ સામે આવેતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે ફરી સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લાઓ બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં આજે યોજવા જઈ રહી છે.જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાના ઉમેદવારો આજે બનાસકાંઠા જિલ્લાના 13 તાલુકાના 206 કેન્દ્ર પર 70320 ઉમેદવારો આજે પરીક્ષા આપશે જેમાં કલેકટર નું ટીમનું ફલાઈગ સકોર્ડ તેમજ ડી.વાય.એસ.પી ,પી.આઈ, પી.એસ.આઈ  પોલીસ સહિત 506 અધિકારીઓ વિવિધ કેન્દ્રો પર ફરજ બજાવશે  જે કેન્દ્રો પર પરીક્ષા યોજવા જઈ રહી છે. તે તમામ વિસ્તારમાં144નું જાહેરનામું પણ અમલ માં મુકવામાં આવ્યું છે. જે ઉમેંદવારો પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવા આવ્યા છે. તે તમામ ઉમેદવારોનું સઘન ચેકિંગ કરવામાં આવશે બિન સચિવાલય પરીક્ષા આપવા આવેલ ઉમેદવારો જણાવી રહયા છે. કે આજે યોજાવા જઈ રહેલ બિન સચિવાલય પરીક્ષા માં કોઈ ગેરરીતિ ના સમચાર ન  આવે તેમજ આ પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેમજ વહેલી તકે આ પરીક્ષા નું રિઝલ્ટ જાહેર થાય અને ઉમેદવાર ની તાત્કાલિક ધોરણે નિમણુંક કરવામાં આવે તેવી ઉમેદવારો માંગ કરી રહ્યાં છીએ..

Download Our B K News Today App



Related News