ડીસા તાલુકાના જુનાડીસા અને શિવનગર વિસ્તારના વિચરતી વિમુક્ત જાતિ જાતિના લોકોને પ્લોટ ન મળતાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-30 11:14:47
  • Views : 240
  • Modified Date : 2022-06-30 11:14:47

 ડીસા તાલુકાના જુનાડીસા અને શિવનગર વિસ્તારના વિચરતી વિમુક્ત જાતિ જાતિના લોકોને પ્લોટ ન મળતાં રોષ

 

ડીસા ખાતે ધારાસભ્ય શશીકાંત પંડયા ની અધ્યક્ષતા માં નાયબ કલેકટર કચેરી ખાતે વિચરતી વિમુક્ત જાતિના લોકોને નિશુલ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ 60 થી વધુ લોકોને પ્લોટ ન મળતા રોષ જોવા મળ્યો હતો.

 

દેશને આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા હાલમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાલમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારી રીતે રહી શકે તે માટે પ્લોટ નું વિતરણ કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસામાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા વિચરતી વિમુક્તિ જાતિના 60 લોકોને સરકાર દ્વારા આપવામાં આવેલા પ્લોટનું નાયક કલેક્ટર કચેરી ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ સરકારની આ યોજનાનો લાભ મેળવવા માટે અન્ય વિચરતી વિમુક્તિ જાતિના લોકો દ્વારા ફોર્મ ભર્યું હોવા છતાં તેમણે આજે લિસ્ટ માં નામ આવ્યું ન હતું જેના કારણે વિચરતી વિમુક્તિ જાતિના ૬૦થી પણ વધુ લોકો નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચી ગયા હતા અને કયા કારણોસર તેમને પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી તે અંગે ડીસાના ધારાસભ્ય અને નાયબ કલેકટર યુએસ શુક્લાને રજૂઆત કરવામાં આવી હતી જે વાત ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા એ સરકારની પ્લોટ આપવાની યોજનામાં આગામી બે મહિનામાં તમામ લોકોને પ્લોટની ફાળવણી કરવામાં આવશે તેવી જાહેરાત કરતા વિચરતી વિમુક્ત જાતિના લોકો ધારાસભ્ય નો આભાર માન્યો હતો

Download Our B K News Today App



Related News