મોસમનો ૧૦૬.૭૮% વરસાદ થયો ૨૪ કલાકમાં રાજ્યના ૨૪૨ તાલુકામાં નોંધપાત્ર વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 12:13:43
  • Views : 350
  • Modified Date : 2020-08-26 12:13:43

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૨૫મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૪૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં રાજ્યના ૧૦ તાલુકાઓમાં ચાર ઈંચ થી નવ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ૨૨૫ મીમી એટલે કે નવ ઈંચ અને રાજકોટના ગોંડલ તાલુકામાં ૧૭૯ મીમી એટલે કે સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત ભાણવડમાં ૧૬૫ મીમી, લખપતમાં ૧૬૦ મીમી, જામજોધપુરમાં ૧૩૫ મીમી, રાધનપુરમાં ૧૧૫,
સાંતલપુરમાં ૧૧૪ મીમી, ટંકારામાં ૧૦૪ મીમી, માંડવી(કચ્છ)માં ૧૦૧ મીમી, અને ધોરાજીમાં ૧૦૦ મીમી સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યના ૪૯ તાલુકાઓમાં ૨ થી ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં જામકંડોરણા, સમી, વાડિયા, સિદ્ધપુર, મોરબી, મુન્દ્રા, નખત્રાણા, રાપર,
જેતપુર, લીલીયા, ભૂજ, દિયોદર, દસાડા, કલ્યાણપુર, ગાંધીધામ, ઉપલેટા, થાનગઢ, મુળી, દ્વારકા, શંખેશ્વર, ઉમરપાડા, કોટડા સાંગાણી, વાંકાનેર, હારીજ, સાયલા, લાલપુર, વઢવાણ, બગસરા, લોધિકા, ભેસાણ, ખંભાળિયા, બાબરા, બારડોલી, ભચાઉ, ચોટીલા, દાંતા, લખતર, કલોલ, ચુડા, અંજાર, સુઈગામ, રાજકોટ, માંડવી(સુરત), જામનગર, ગરૂડેશ્વર, કુકરમુંડા, ઉંઝા, ખેરાલુ અને અમરેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૬૬ તાલુકાઓમાં ૧ થી ૨ ઈંચ તથા ૧૧૬ તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.

Download Our B K News Today App



Related News