પ્રતાપપુરામાં પાંચ દિવસથી પીવાનાં પાણીની પારાયણ, બિનઅર્ધકૃત કનેક્શન જવાબદાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-31 13:24:31
  • Views : 613
  • Modified Date : 2019-05-31 13:24:31

વાવ તાલુકાના પ્રતાપપુરા ગામમાં પાંચ દિવસથી પીવાના પાણીની ભયંકર સમસ્યા સર્જાઈ છે. યાત્રાધામ ઢીમાથી માત્ર ચાર કિ.મી દૂર આવેલ પ્રતાપપુરા ગામ એ ૧૫૦૦ લોકોની વસ્તી ધરાવતું અને પ્રતાપપુરા, તખતપુરા ગ્રુપ ગ્રામપંચાયત છે. તો વળી વર્ષોથી અહીંયા પીવાના પાણીની ઊંચી ટાંકી સંપ અને વીજ કનેક્શન પણ આપવામાં આવ્યું છે, છતાં પણ આજદીન સુધીમાં પાણીની વિતરણ વ્યવસ્થા કરવામાં આવી જ નથી. તો વળી તખતપુરાથી આવતી પીવાના પાણીની લાઈનમાંથી ખેતરોમાં અનેક બિનઅર્ધકૃત કનેક્શનો લઈને લોકો ખેતરોમાં સિંચાઈ કરતાં હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. પીવાના પાણીની સમસ્યા દૂર કરવામાં પાણી પુરવઠા વિભાગ અને લાઈનમેનો પોતાની જવાબદારીમાંથી ભાગતા હોય તેવું જણાઈ રહ્યું છે. તો વળી ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પીવાના પાણી માટે આમતેમ ભટકવું પડે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે લગ્નગાળાની સિઝન અને ઉનાળાની કાળઝાળ ગરમી હોવાથી પીવાનું પાણી નહિ મળતું હોવાથી ગ્રામજનોને પીવાના પાણી માટે ભટકવું પડે છે.ત્યારે પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા પ્રતાપપુરા ગામને મળતાં પીવાના પાણીની પાઈપલાઈનમાંથી બિનઅર્ધકૃત કનેક્શનો દૂર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.


Download Our B K News Today App



Related News