વિરમગામના નળકાંઠા વિસ્તારમાં દારુના દૂષણ સામે રજૂઆતો છતાં કાર્યવાહી નહીં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-29 17:15:32
  • Views : 90
  • Modified Date : 2023-11-29 17:15:32

અનેકવાર ગ્રામ્ય વિસ્તારોમાં લોકો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ દારુની બદીને નિયંત્રણ કરવામાં નિષ્ફળતા રહેવાનો અહેસાસ થતા લોકો જનતા રેડનો માર્ગ અપનાવે છે. આવુ જ અમદાવાદ જિલ્લામાં બન્યુ છે. અમદાવાદના વિરમગામ વિસ્તારના નળકાંઠા વિસ્તારમાં દારુનુ ખુલ્લેઆમ વેચાણ થતુ હોવાને લઈ સ્થાનિકો દ્વારા જનતા રેડનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો.વિરમગામના નળ કાંઠા વિસ્તારમાં કુમારખાણ ગામે દારુના વધતા દૂષણને અટકાવવા માટે થઈને સ્થાનિકોએ જનતા રેડ કરીને દારુની બદીને અટકાવવા માટે પ્રયાસ કર્યો હતો. ઘટનામાં એક ઘરમાંથી દારુનો જથ્થો મળી આવતા પોલીસને જાણ સ્થાનિકોએ કરી હતી. જેને પગલે પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. દારુનો જથ્થો કબજે લઈને પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી.

Download Our B K News Today App



Related News