ડાહી સાસરે ના જાય અને ગોડીને શિખામણ આપે સેકટર-૨૪માં દુકાનદાર પાસે દંડ વસૂલવા ગયેલો કર્મચારી દ્વારા જ નિયમોનું ઉલ્લંઘન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-08 11:21:41
  • Views : 345
  • Modified Date : 2020-12-08 11:21:41

ગાંધીનગરમાં માસ્ક ન
પહેરનારને પોલીસ અને
કોર્પોરેશન બંને દ્વારા દંડ કરવામાં આવી રહ્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ સેક્ટર ૨૪માં કરિયાણાની દુકાનમાં ખોટી રીતે દંડ અને વસુલાત કર્યા હોવાની રજૂઆત કમિશ્નર સુધી પહોંચી છે. આ બાબતે સ્થાનિક કોર્પોરેટર અંકિત બારોટે પણ તંત્રને રજૂઆત કરી હતી.  મહત્વની બાબત એ છે કે કોર્પોરેશનના અધિકારીઓ દંડ કરવા આવ્યા હતા તે પોતેજ નિયમોનું ઉલ્લંઘન કરતા જણાય છે. ગાંધીનગર મહા નગર
પાલિકાના વિસ્તારમાં સમાવિષ્ટ સેક્ટર ૨૪ ખાતે ભગવતી પ્રોવિઝન સ્ટોર્સ નામની કરિયાણાની દુકાન ચલાવતા સુરેશલાલ છગનલાલ જયસ્વાલને ખોટી રીતે ધાક ધમકીથી દંડ વસૂલાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ભગવતી પ્રોવીઝન સ્ટોરમાં મહાનગર પાલિકાના ૬ વ્યક્તિઓ એક ગાડીમાં આવી આ સ્ટોરની અંદર પ્લાસ્ટિકની થેલીની તપાસ કરતા હતા પરંતુ પ્લાસ્ટિકની થેલી દુકાનમાંથી ન મળતા ખોટી રીતેનું બહાનું કાઢીને વહીવટી ચાર્જ ૧ હજાર રૂપિયા ધાક-ધમકીથી
ગેરકાયદેસરની વસુલાત કરી હોવાના આક્ષેપો કર્યા છે. મહત્વની બાબત એ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ જે ગાડીમાં આવ્યા હતા. તેઓ પોતે પણ માસ્ક
પહેર્યું ન હતું અને તેના ગાડીના કાચ પણ સો ટકા કાળા કલરના હતા. તેમજ અધિકારીઓ પાસે દુકાનદારે આઈકાર્ડ માટે તેમની પાસે પોતાના આઈકાર્ડ પણ ન હતા. તેમજ દંડ ઉઘરાવનાર સુરેશ ભરવાડનો સંપર્ક કરતા તેણે કોઈપણ પ્રકારનો જવાબ આપ્યા વગર ફોન કાપી દીધો હતો. આ ઉપરથી ફલિત થાય છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ દુકાનદારોને ખોટી રીતે પરેશાન કરી ધાક-ધમકીથી વસૂલાત કરે છે. તેમજ દુકાનદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મહાનગર
પાલિકાના અધિકારીઓ કાયદાનો ભંગ કરી નાના તેમજ છૂટક વેપારીઓને હેરાન
પરેશાન કરે છે.

Download Our B K News Today App



Related News