પાલનપુરમાં એસપીસીના વિદ્યાર્થીઓ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમ પાળવા ગાંધીગીરી કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 12:24:12
  • Views : 496
  • Modified Date : 2019-09-15 12:24:12

 પાલનપુરની શાળાના એસ.પી.સી.ના વિદ્યાર્થીઓ દ્વારા શહેરના જુદા-જુદા માર્ગો ઉપર ઉભા રહી વાહન ચાલકોને ચોકલેટ આપી હેલ્મેટ પહેરી વાહન ચલાવવુ તેમજ ટ્રાફિકના નિયમો પાળવા વિનંતી કરવામાં આવી હતી.
સરકાર દ્વારા આગામી દિવસોમાં ટ્રાફિકના નિયમો કડક કરવામાં આવ્યા છે.તેમજ હેલ્મેટ ફરજીયાત કરવામાં આવતા આજરોજ પાલનપુરની કે.બી.કર્ણાવતના સ્ટુડન્ટ
પોલીસ ક્રેડેટના વિદ્યાર્થીઓ દ્વારા શહેરના ગઠામણ દરવાજા, ગૂરૂનાનક ચોક, એરોમા સર્કલ સહિતના વિસ્તારોમાં બેનર સાથે ઉભા રહી લોકોને ચોકલેટ આપી હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાકિફકના નિયમો પાળવા વિનંતી કરી હતી. આ બાબતે વાહન ચાલકોએ જણાવ્યુ હતુ કે જો સી.ટી વિસ્તારમાં વાહનો ધીમી ગતી એ ચાલતા હોય છે.તો સરકાર દ્વારા સીટીમાં હેલ્મેટ પહેરવામાં રાહત
આપવામાં આવે તો વાહન ચલકોને   મુશ્કેલી નહી પડે તેમ છતા જો સરકાર પોતાના નિર્ણય ઉપર અટલ રહેશે તો અમે નિયમો પાળવાના છીએ.

Download Our B K News Today App



Related News