RJD નેતા શ્યામ રજકનો દાવો-ગમે ત્યારે તૂટી શકે છે JDU, નીતિશના 17 ધારાસભ્ય અમારા સંપર્કમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 11:38:59
  • Views : 238
  • Modified Date : 2020-12-30 11:38:59

    અરુણાચલ પ્રદેશની ઘટના પછી બિહારનું રાજકારણ સતત બદલાઈ રહ્યું છે. વિપક્ષની નજર સત્તાધારી JDUના ધારાસભ્યો પર છે. આ બધાની વચ્ચે RJDના વરિષ્ઠ નેતા શ્યામ રજકે દાવો કર્યો છે કે સત્તા પક્ષના 17 ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. તેઓ આવું જ ઈચ્છે છે કે RJD અપનાવી લે.રજક એવું પણ કહે છે કે પક્ષપલટા કાયદા હેઠળ 17 ધારાસભ્યોને RJDમાં લઈ ન શકાય.JDUને તોડવા માટે 25-26 ધારાસભ્યો હોવા જોઈએ. ત્યારે પક્ષપલટાનો કાયદો તેમની પર લાગૂ ન થયા. હાલ RJD રાહ જોઈ રહી છે કે બીજા ધારાસભ્ય સંપર્કમાં આવે અને JDUને RJD તોડે. અમે એવા જ ધારાસભ્યોને લેશું, જે સમાજવાદના સમર્થક અને લાલૂ યાદવની વિચારધારા પર ચાલનારા હોય.

    રજકના નિવેદન પછી બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. JDU તરફથી પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદે મોરચો સંભાળ્યો. તે કહે છે કે શ્યામ રજક તેમના નિવેદનોથી લોકોને ભરમાવી રહ્યાં છે. તથ્ય વગરના નિવેદનો આપી રહ્યાં છે. પાર્ટી એકજૂથ છે. JDUના ધારાસભ્ય નીતિશ કુમારમાં આસ્થા રાખે છે. RJD પહેલા તેમના ધારાસભ્યોને સંભાળે, કારણ કે RJDના મોટાભાગના ધારાસભ્યોને તેજસ્વી યાદવ પર વિશ્વાસ નથી. તેજસ્વીના ગુમ થવાથી ધારાસભ્ય પરેશાન રહે છે.પક્ષપલટાના કાયદા હેઠળ એક પાર્ટીને તોડવા માટે ઓછામાં ઓછા બે તૃતીયાઉશ ધારાસભ્ય હોવા જોઈએ. એટલે કે 100 ધારાસભ્ય હોય તો 75 ધારાસભ્યોને તોડવા પડે. ત્યારે માનવામાં આવે કે વિધાનસભામાંથી એ પાર્ટીનો પક્ષ તૂટીને બીજી બાજુ ચાલ્યો ગયો. RJD જો JDU તોડશે તો તેને પણ બે તૃતીયાઉશને તોડવા પડશે. JDUના 43 ધારાસભ્ય છે. જેના પ્રમાણે, RJDને ઓછામાં ઓછા 28-29 ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવવા પડશે. હાલ શ્યામ રજકના આ નિવેદનથી બિહારનું રાજકારણ ગરમાયું છે.

પાર્ટીધારાસભ્ય
ભાજપ74
JDU43
RJD75
કોંગ્રેસ19
ભાકપા-માલે12
અપક્ષ1
અન્ય19
કુલ243

Download Our B K News Today App



Related News