ડીસામાં દોઢ વર્ષ પહેલા માસૂમ મૂકબધિર બાળા હનીની નિર્મમ હત્યા કરનાર નિતિન પર કોર્ટ ૨૨ એપ્રિલે આપશે ચુકાદો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-09 11:06:13
  • Views : 321
  • Modified Date : 2022-04-09 11:06:13

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં દોઢ વર્ષ અગાઉ એક માસૂમ મૂકબધિર બાળકીને સાંજના સમયે લલચાવીને મોટર સાઇકલ પર લઈ જનાર શખ્સે રાત્રિ દરમ્યાન દુષ્કર્મ આચર્યા બાદ બાર વર્ષની આ મૂકબધિર બાળાની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી.. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા.. અને આ જ્ધન્ય કૃત્ય આચારનારને કડકમાં કડક સજા આપવાની માંગ લોકોમાં માંગ ઉઠી હતી.. ત્યારે આજે આ કેશનો ચુકાદો ડીસાની એડિશનલ સેસન્સ કોર્ટમાં કરવાનો હતો.. પરંતુ હવે કોર્ટ દ્વારા આ મામલે ચુકાદો આપવા માટે આગામી ૨૨ એપ્રિલના જાહેર કરવાનો હુકમ કર્યો છે.

દોઢ વર્ષ પહેલા એટ્લે કે ૧૭ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ પ્રથમ નવરાત્રિના સવારે જ ડીસા શહેરના ટેકરા વિસ્તારમાં રહેતી મૂકબધિર બાળા હનીની લાશ ગળું કપાયેલી હાલતમાં મળી આવી હતી.. આ માસૂમની લાશ મળતા સમગ્ર ડીસા સહિત બનાસકાંઠા જીલ્લામાં ભારે ચકચાર મચી ગઈ હતી.. આ ઘટના બનતા પોલીસ દ્વારા ડોગ સ્કવોડની મદદ મેળવીને ઘટનાની ઊંડી તપાસ હાથ ધરી હતી.. અને પોલીસે ગણતરીના કલાકોમાં જ હનીની હત્યા કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો.. હનીની હત્યા તેના જ પિતરાઇ ભાઈ નિતિન માળી નામના શખ્સે કરી હતી.. નિતિન માળી હનીની લાશ મળી તેના આગળના દિવસે સાંજે હનીને આઇસ્ક્રીમ ખવડાવવાના બહાને પોતાના મોટર સાઇકલ પર બેસાડીને તેના ઘરેથી લઈને નીકળ્યો હતો. અને બાદમાં તેને ડીસા નજીક આવેલા ભાખર ગામની અવાવરુ જગ્યા પર લઈ જઇ તેની સાથે મરજી વિરુધ્ધનું દુષ્કર્મ આચર્યું હતું.. અને બાદમાં માસૂમ મૂકબધિર હનીનું ગળું કાપીને ઘાતકી હત્યા કરી હતી.. આ ઘટના બાદ નિતિન માળી તેના ઘરે પહોંચી ગયો હતો.. પરંતુ જ્યારે તે હનીને લઈ તેના ઘરેથી નીકળી રહ્યો હતો ત્યારે હાઇવે પરના એક પેટ્રોલ પંપ પરના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો અને તેના આધારે પોલીસે નિતિનની અટકાયત કરીને પૂછપરછ કરી હતી.. પોલીસ પૂછપરછમાં નીતિને પોતાનો ગુન્હો કબુલ કરી લીધો હતો. અને પોલીસે નિતિનના ઘરેથી લોહીવાળા કપડાં પણ કબ્જે કર્યા હતા.. આ ઘટના બન્યા બાદ ડીસા શહેરમાં હનીને ન્યાય અપાવવા માટે લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કેંડલ માર્ચ નિકાળીને ન્યાય માટેની માંગ કરવામાં આવી હતી.. બનાસકાંઠા જીલ્લામાં ચકચાર મચાવનારી આ ઘટનાની આજે ડીસાની એડિશનલ સેસન્સ કોર્ટમાં સુનાવણી હતી.. આજે કોર્ટમાં સુનાવણી થાય તે પહેલા જ કોર્ટ સંકૂલ બહાર હનીની સાથે અભ્યાસ કરતાં મૂકબધિર શાળાના બાળકો બેનરો સાથે હનીને ન્યાય મળે તે માટે પહોંચી ગયા હતા.. હનીના પરિવારજનો અને હની જે શાળામાં અભ્યાસ કરતી હતી તે શાળાના મૂકબધિર માસૂમ બાળકોએ હની સાથે આટલું જધન્ય કૃત્ય આચારનારને ફાંસીની સજા આપવાની માંગ કરી છે..

આજે ૮ એપ્રિલના ડીસાની એડિશનલ સેસન્સ કોર્ટ દ્વારા અંતિમ ચુકાદો આપવાનો હતો.. પરંતુ આજે કોર્ટ દ્વારા ચુકાદાને પેન્ડિંગ રાખવામા આવ્યો છે અને હવે આ અંગેનો ચુકાદો આગામી ૨૨ એપ્રિલના આપવામાં આવશે... ત્યારે અગાઉ જ્યારે આ ઘટના બની ત્યારે રૂપાણી સરકારના તત્કાલિન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ હનીને ન્યાય અપાવવાની ખાત્રી આપી હતી. અને અત્યારે હનીના પરિવારજનોએ સહિત લોકો પણ આ ઘટનામાં કસૂરવારને કડકમાં કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News