પીએમ મોદીએ એવી વાત કહી કે નીતિન પટેલના ચહેરા પર ખુશી આવી ગઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 08:57:10
  • Views : 545
  • Modified Date : 2019-04-21 08:57:23

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી ઉપેક્ષા થઈ રહી છે તેવી  ચર્ચા જોરો પર હતી .જોકે આજે પાટણમાં યોજાયેલી ચૂંટણી સભામાં પીએમ નરેન્દ્ર મોદીએ નીતિન પટેલને હસતા કરી દીધા હતા. પીએમ મોદીએ આજે નીતિન પટેલનુ નામ નર્મદા યોજના સાથે જોડી દીધુ હતુ.
તેમણે નર્મદા યોજના થકી ગુજરાતમાં ભાજપ સરકારે ઠેર ઠેર પાણી પહોંચાડયુ હોવાની વાત કરી હતી અ્ને તે સમયે નીતિન પટેલનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, નીતિનભાઈને તમે ઉંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ એક કલાક સુધી નર્મદા યોજના અંગે બોલી શકે છે. એટલુ તેમણે કામ કર્યું છે.
મોદીનો કહેવાનો અર્થ એ હતો કે, નીતિન પટેલને નર્મદા યોજના અંગેની તમામ જાણકારી મોઢે હોય છે. જાહેર મંચ પરથી પીએમ મોદીએ કરેલા વખાણ બાદ નીતિન પટેલના ચહેરા પર ખુશાલી છવાઈ ગઈ હતી.

Download Our B K News Today App



Related News