ડીસામાં દોઢ વર્ષ પહેલા મૂકબધિર બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી નિતિન માળીને ૨૭ એપ્રિલે કોર્ટ સજા આપવાનો નિર્ણય કરાયો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-23 11:05:30
  • Views : 320
  • Modified Date : 2022-04-23 11:05:30

ડીસામાં દોઢ વર્ષ પહેલા મૂકબધિર બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી નિતિન માળીને ૨૭ એપ્રિલે કોર્ટ સજા આપવાનો નિર્ણય કરાયો છે

ડીસામાં દોઢ વર્ષ પહેલા એક મૂકબધિર બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની ગળું કાપીને નિર્મમ હત્યાની ઘટના બન્યા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં પડ્યા હતા.. ડીસામાં તો મૂકબધિર બાળકી સાથે આટલું જ્ધન્ય કૃત્ય આચારનાર સામે ફાંસીની સજાની માંગ ઉઠવા સાથે શહેરમાં કેંડલ માર્ચ પણ નીકળી હતી.. આ ઘટનાને અંજામ આપનાર નિતિન માળી ભોગ બનનાર બાળાનો સગો ફોઈનો દીકરો છે. અને મૂકબધિર બાળકીને ઘરેથી લાલચવી ફોસલાવીને રાત્રિ દરમ્યાન લઈ ગયો હતો.. અને ત્યારબાદ ડીસા નજીક આવેલા ભાખર ગામ નજીક રાત્રિના અંધકારમાં તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ મૂકબધીર બાળાની ગળું કાપીને કરપીણ હત્યા કરી હતી.. આ અંગેનો કેશ ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં આજે જજ દ્વારા આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો છે.. પરંતુ સજાની સુનાવણી માટે આગામી ૨૭ એપ્રિલ નક્કી કરવામાં આવી છે.. એટ્લે કે આ ચકચારી કેશમાં આરોપી નિતિન માળીને કોર્ટ દ્વારા શું સજા આપવામાં આવે છે તે અંગે લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે.. ત્યારે હવે આગામી ૨૭ એપ્રિલના આરોપી નિતિન માળીને કોર્ટ દ્વારા જનમટીપ આપવામાં આવશે કે ફાંસીની સજા તેની પર સહુ કોઇની નજર છે...

 

Download Our B K News Today App



Related News