સિદ્ધપુર સરસ્વતી નદીમાં નર્મદાના નીર આવતા કરાયા વધામણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-17 11:43:41
  • Views : 443
  • Modified Date : 2020-06-17 11:43:41

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુર માં આવેલ કુવારીકા સરસ્વતી નદીમાં ખોરસમથી પાઇપ લાઈન દ્વારા નર્મદાના નીર વહેતા કરવામાં આવતા આજે સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલ સરસ્વતી નદીમાં કેટલા સમયથી પાણીથી વંચિત હતી. ત્યારે સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા વિવિધ કચેરીઓ ખાતે આવેદનપત્ર અ
ાપી અને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે સરસ્વતી નદીમાં ખોરસમ પાઇપ લાઇન દ્વારા પવિત્ર સરસ્વતી નદીમાં પાણી છોડાતાં સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરસ્વતી કુવારીકા નદીના વધામણાં કરવા માટે સિદ્ધપુર શહેર પ્રમુખ હર્ષદભાઈ પાધ્યા, મહિલા મંત્રી જયાબેન શાહ, અમરસિંહ ઠાકોર, સેધાજી ઠાકોર, હિરેનભાઈ દવે, કનુજી ઝાલા, રતિલાલ બારોટ, રશીદ ભાઈ કુરેશી સહિતના આગેવાનો હાજર રહી સરસ્વતી નીરના વધામણા કર્યા હતા.

Download Our B K News Today App



Related News