શાસ્ત્રીજી મહારાજની નવમી પુણ્ય તિથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-02 11:17:15
  • Views : 221
  • Modified Date : 2022-06-02 11:17:15

 

          ડીસા શહેરના વ્હોળા વિસ્તારમાં નિર્જન જગ્યાને તપોભૂમિ બનાવનાર રઘુવરશરણ શાસ્ત્રી મહારાજની આજે નવમી પુણ્યતિથી છે.. દર વર્ષે શાસ્ત્રીજી મહારાજની પુણ્ય તિથી નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના વાઇરસના લીધે શાસ્ત્રીજી મહારાજની ગૌશાળા ખાતે કોઈ આયોજન કરવામાં આવ્યા નહોતા.. અને બે વર્ષ બાદ આજે એકવાર ફરી શાસ્ત્રીજી મહારાજની પુણ્ય તિથી નિમિત્તે આજે ગૌશાળા ખાતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેનો વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.. શાસ્ત્રીજી મહારાજની ગૌશાળા પ્રત્યે અસંખ્ય લોકો શ્રધ્ધા ધરાવે છે અને વર્ષ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો આ ગૌશાળામાં આવીને દર્શનનો લાભ લેતા હોય છે.. આજે રાત્રે પણ ગૌશાળા ખાતે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.. શાસ્ત્રીજી મહારાજની ગૌશાળાના મહત્વ અને કાર્યક્રમ વિષે ગૌશાળાના સ્વયં સેવક પરેશભાઈ પ્રજાપતિએ વધુ પ્રકાશ પાડ્યો હતો..

Download Our B K News Today App



Related News