ડીસાના એસી ડબ્લ્યુ હાઈસ્કૂલ પાસે આવેલ રબારીવાસ ખાતે જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-05 10:10:12
  • Views : 825
  • Modified Date : 2022-04-05 10:10:12

ડીસા દક્ષિણ પોલીસ 22,370 ના મુદ્દામાલ સાથે નવ શખ્સોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે..

ડીસા એસી ડબ્લ્યુ ની પાસે આવેલ રબારીવાસ ખાતે એક રહેણાંક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે બાતમીને આધારે 22,370 ના મુદ્દામાલ સાથે નવ શખ્સોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે..

બનાસકાંઠા જિલ્લામાં જુગાર ધારા ને નાબુદ કરવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે વધુ એક જુગાર રમતા 9 શખ્સો ને ઝડપી પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ડીસા દક્ષિણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ડીસાના સી ડબલ્યુ હાઇસ્કૂલ પાસે આવેલ રબારીવાસ ખાતે રહેતા દેવેન્દ્રકુમાર માવજીભાઈ દક્ષિણી (સિંધી) પોતાના રહેણાંક મકાનમાં પોતે કેટલાક ઇસમો સાથે મળી ગંજીપાના વડે તીન પત્તીનો પૈસાની હાર-જીતની જુગાર રમી રમાડી હોવાની બાળકની માતા ડીસા દક્ષિણ પોલીસ સ્ટાફ બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા કેટલાક શખ્સો ગોળ કુંડાળું કરી ગંજી પત્તા અને પૈસાથી જુગાર રમતા હોય તેઓને તમામને કોર્ડન કરી ઝડપી ફુલ 22,370 ના મુદ્દામાલ સાથે 9 વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસે જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News