લંડન સ્થિત સંસ્થા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે દિવ્ય ત્રિવેદીની નિમણુંક કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-03 11:48:50
  • Views : 322
  • Modified Date : 2020-10-03 11:48:50

લંડન સ્થિત અંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા ગાંધીનગરના યુવાન દિવ્ય ત્રિવેદીની નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લંડન સ્થિત મળેલ બેઠકમાં સંસ્થાના સ્થાપક સભ્ય અને બ્રિટિશ સંસદના સાંસદ સભ્ય વીરેન્દ્ર શર્મા, દિવાકર શુક્લ, આઇપીએલના પૂર્વ ચેરમેન રાજીવ શુક્લ, સંતોષ શુક્લ દ્વારા દિવ્ય ત્રિવેદીની નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. સંસ્થાનું મુખ્ય કાર્ય જે તે વ્યક્તિ, સમાજ અને સંસ્થા કે સરકારી સંસ્થાએ કરેલ અનોખા કાર્ય બદલ સિર્ટીફીકેટ આપીને સન્માન કરે છે અને તેને અનોખી સિદ્ધિ બદલ નોંધ પણ લેવામાં આવે છે. અગાઉ સંસ્થા દ્વારા ભારતના ગૃહમંત્રી અમિત શાહ, નેપાળ રાષ્ટ્રના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવે સહીત અનેક અગ્રણીઓને તેમની સિદ્ધિ બદલ સન્માન કરીને વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. દિવ્ય ત્રિવેદીની નિમણુંક બદલ સંસ્થના માર્ગદર્શક મુરલી મનોહર જોશી, કલરાજ મિશ્રા,
આઇપીએલના પૂર્વ ચેરમેન અને રાજ્યસભાના સાંસદ રાજીવ શુક્લ, સંસ્થાના ભારતના અધ્યક્ષ સંતોષ શુક્લ, ડાયરેક્ટર અશ્વિન ત્રિવેદી સહીત કોર્પોરેટ જગતના અગ્રણીઓ અને બ્રહ્મસમાજના આગેવાનોએ દિવ્ય ત્રિવેદીને અભિનંદન
પાઠવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ
પાઠવી હતી.

Download Our B K News Today App



Related News