એસ.એ.સી.સી.ઈ. માર્ગદર્શક મંડળમાં વડોદરાના સાંસદ અને ધારાસાભ્યની નિમણુંક કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-30 11:09:21
  • Views : 403
  • Modified Date : 2020-05-30 11:09:21

સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SACCI) માં માર્ગદર્શક મંડળમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની નિમણુંક થઈ છે. ગુજરાતમાંથી રંજનબેન ભટ્ટ અને શૈલેષ મહેતા ઉપરાંત નામાંકીત ઉદ્યોગપતિ ચંદુભાઇ પટેલની
પણ પસંદગી થઈ છે.
સાર્ક દેશોમાં ભારત,
નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન,
પાકિસ્તાન માલદીવનો સમાવેશ થાય છે. સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રી (SACCI) માં નાના-મોટા ઉદ્યોગોને લઈ ભારત સરકારની નીતિઓ, ઉદ્યોગોનો વિકાસ એજ્યુકેશન અને પ્રમોશન વગેરે જેવી મહ¥વની બાબતો પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાંથી વડોદરામાંયી ફક્ત સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય શૈલેષ મહેતાની પસંદગી કરવામાં આવી છે. જે સમાચાર સાંભળતાની સાથે જ ગુજરાતના ભાજપી કાર્યકરતાઓ સહિત ઉદ્યોગપતિઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. અત્રે માર્ગદર્શક મંડળમાં સમાવેશ થતા ગુજરાતના સચિવ દિવ્ય ત્રિવેદીએ સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શૈલેષ શુક્લ અને નામાંકિત ઉદ્યોગપતિ   ચંદુભાઈ પટેલને રાજ્યના હોદ્દેદારો વતી શુભકામનાઓ
પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે (SACCI)ના ગુજરાતના સચિવ તરીકે દિવ્ય ત્રિવેદી જવાબદારી અદા કરી રહ્યા છે. દિવ્ય ત્રિવેદીએ વધુમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં સાર્ક દેશોની સાથે સાથે ભારત સરકારના લઘુ, સૂક્ષ્મ અને માધ્યમ મંત્રાલયની સાથે રહીને ઉદ્યોગ જગતના પ્રશ્નોને વાચા આપીને પ્રશ્નનો નિકાલ કરવામાં અગ્રેસર રહેશે. દિવ્ય ત્રિવેદીએ જણાવ્યું હતું કે (SACCI)ગુજરાત સહિત ભારતના તમામ ઉદ્યોગ જગતનો અવાજ બનશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના
૫ મિલિયન ઈકોનોમીના
સપનાને સાર્થક કરવા માટે જહેમત ઉઠાવશે.

Download Our B K News Today App



Related News