IMA મહાસચિવે બાબા રામદેવને ગણાવ્યા અભણ, કહ્યું- હિંમત હોય તો જાહેરમાં ચર્ચા કરવા આવો; પ્રાચી સાધવી યોગગુરુના પક્ષમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-29 17:13:38
  • Views : 239
  • Modified Date : 2021-05-29 17:13:38

    દેશમાં છેલ્લા બે દિવસથી ચર્ચા ચાલી રહી છે કે આયુર્વેદ બેસ્ટ છે કે એલોપથી સારવાર. જોકે ધીમે ધીમે શરૂ થયેલી આ ચર્ચામાં જ્યારે યોગ ગુરુ બાબા રામદેવે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન(IMA) ને ખુલ્લો પત્ર લખીને 25 સવાલો પૂછી લેતા હવે આ ચર્ચાએ વિવાદનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આયુર્વેદની સામે એલોપથીની ચર્ચા હવે બાબા રામદેવ VS IMA સુધી પહોંચી ગઈ છે. આ સમગ્ર વિવાદમાં IMAએ બાબા રામદેવને ખૂબ કડક શબ્દોમાં જવાબ આપ્યો છે જ્યારે સાધ્વી પ્રાચી અને આયુર્વેદિક ડોક્ટર્સની સંસ્થાઓ બાબા રામદેવના પક્ષમાં ઉતરી આવ્યા છે. તો આવો જાણીએ કે અત્યારે આ સમગ્ર વિવાદ કઈ સીમા પર પહોંચી ગયો છે

    બીજી બાજુ IMAના મહાસચિવ જયેશ લેલેએ રામદેવે મોકલેલા 25 સવાલ વિશે કહ્યું છે કે, એક અભણ વ્યક્તિ અમને સવાલ પૂછી રહ્યો છે. અમે જવાબ આપીશું અને સમગ્ર વિશ્વનો રેફરન્સ લઈને જવાબ આપીશું. પરંતુ તેમને જવાબ નહીં આપીએ. અમે આ જવાબો અમારી વેબસાઈટ રક અપલોડ કરીશું. મજાની વાત એ છે કે, જે લાઈફ સ્ટાઈલ બીમારીઓના નામ રામદેવે પત્રમાં લખ્યા છે તે નામ પણ એલોપેથીમાંથી જ આવ્યા છે. તેમને આ બીમારીઓના આયુર્વેદિક નામ પણ નથી ખબર. રામદેવે 90% કોવિડ દર્દીઓના સાજા થવાના દાવા વિશે લેલેએ કહ્યું છે કે, જો આ વાત સાચી હોય તો તેઓ પુરાવા આવે. અમે જણાવી શકીએ છીએ કે દેશમાં અલગ અલગ રાજ્યોમાં કુલ 2.30 કરોડ દર્દીઓ એલોપથીની સારવારથી સાજા થયા છે. તેમણે આગળ કહ્યું છે કે, બાબા રામદેવના આવા નિવેદનો સાંભળીને લોકો વેક્સિનેશનની પીછે હટ કરી શકે છે.

    રામદેવના 25 સવાલોના લિસ્ટ મોકલવા વિશે જયલાલે કહ્યું છે કે, તે સવાલ ઉભા કરનાર છે કોણ? હું કોઈ પણ આયુર્વેદ ડોક્ટર સાથે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છું. રામદેવ ડોક્ટર નથી એટલે એમની સાથે આ વિશે ચર્ચા કરવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. હકીકતમાં તેઓ IMA પર જે આરોપો લગાવી રહ્યા છે તે આરોપ તેમના પર જ લાગ્યા છે. તેઓ પોતે ફાર્મા કંપનીઓના પ્રેશરના કારણે આવુ બધુ કરી રહ્યા છે.યોગ ગુરુ બાબા રામદેવે શુક્રવારે એક ઈન્ટરવ્યુ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હવે IMA અધ્યક્ષ ડોક્ટર જોનરોન ઓસ્ટિન જયલાલે આ આરોપોના જવાબ પણ આપ્યા છે. જયલાલે સ્પષ્ટ કહ્યું છે કે, કોઈ પણ બીમારી સામે કઈ સારવારને મંજૂરી આપવી તે સરકારનું કામ છે. જો સરકાર પણ તેમની વાત સાથે સહમત હોય તો તેમણે દેશમાં એલોપથી દવા ઉપર પ્રતિબંધ મુકી દેવો જોઈએ. જયલાલે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ નેચરોપેથી પર કોઈ પણ આયુર્વેદ ડોક્ટર સાથે ચર્ચા કરવા તૈયાર છે. તે સાથે જ તેમણે પૂછ્યું કે, અમારે આમ તો બાબા રામદેવ સાથે આ વિશે ચર્ચા જ કેમ કરવી જોઈએ? એ ક્યાં ડોક્ટર છે?

    IMA ઉત્તરાખંડ રાજ્યના મહાસચિવ ડૉ. અજય ખન્નાએ જણાવ્યું છે કે, બાબા રામદેવ તરપથી પૂછવામાં આવેલા 25 સવાલોના જવાબ માટે એક કમિટી બનાવવાનું નક્કી કર્યું છે. આ કમિટી બાબા રામદેવના સવાલોના જવાબ આપશે. તે ઉપરાંત આ કમિટી બાબા રામવેદને 5 સવાલ પૂછશે. તેમણે કહ્યું છે કે, IMA બાબા રામદેવના દરેક સવાલના જવાબ આપવા માટે તૈયાર છે. તો હવે બાબા રામદેવ પણ કોઈ પણ શરત વગર મીડિયા સામે અમારી સાથે ચર્ચા કરવા તૈયાર થાય. અમે ટૂંક સમયમાં જ તે પાંચ ડોક્ટર્સની કમિટીના નામ જાહેર કરીશું.

આ સંસ્થાએ IMA પર પ્રહાર કરતાં પણ કહ્યું છે કે, જે પદાધિકારીઓ આજે બાબા રામદેવને અભણ કહી રહ્યા છે તેઓ જ અવારનવાર કોરોના મહામારીમાં હડતાલ પર જવાની ધમકીઓ આપી રહ્યા છે.

Download Our B K News Today App



Related News