પવિત્ર શ્રાવણ માસમાં કરો ભગવાન નિલકંઠેશ્વર મહાદેવના દર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-27 11:21:01
  • Views : 386
  • Modified Date : 2020-07-27 11:21:01

શ્રાવણ મહિનામાં  શિવના મહિમાનું ખૂબ જ મહત્વ હોય છે.  શ્રાવણ મહિનામાં  શિવની ભક્તિ અને શક્તિની આરાધના કરવાનો સમય હોય છે. આજે આપણે ડીસા નજીક આવેલા  પૌરાણિક શિવલિંગ ના ઇતિહાસ વિશે જાણીશું.
હાલમાં હિન્દૂ ધર્મનો
પવિત્ર માસ  શ્રાવણ ચાલી રહ્યો છે. આ પવિત્ર માસમાં ભગવાન ભોળાનાથના ભક્તો એક મહિના સુધી ભોળાનાથને રીઝવવા માટે શક્તિ અને ભક્તિ સાથે પૂજા અર્ચના કરે છે. દર વર્ષે ભગવાન ભોળાનાથના મંદિરો ભોળાનાથના ભક્તોથી ઉભરાઈ જાય છે. જિલ્લામાં અનેક પૌરાણિક શિવજીના મંદિરો આવેલા છે.  આ મંદિરો કંઈક ને કંઈક ઈતિહાસ સાથે જોડાયેલા છે. જેના કારણે દર શ્રાવણ માસમાં ભક્તોની પૂજા અર્ચના કરવા માટે ભીડ જોવા મળે છે. ત્યારે ડીસામાં અંગ્રેજો વખતે સ્થાપિત થયેલા શિવ મંદિરો છે.
ડીસા નજીક નીલ તળાવ
પાસે  આવેલા  નીલકંઠસ્વર મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથના  શિવલિંગની  સ્થાપના  વર્ષો પહેલા કરવામાં આવી હતી.  આ શિવલિંગની સ્થાપના ભગવાન ભારથીજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. અંદાજિત શિવલિંગ સો વર્ષ પહેલા બ્રિટિશ કાળના સમય દરમિયાન તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ શિવલિંગનો મહિમા
આજુબાજુના ગામમાં ખૂબ જ ફેલાયેલો છે. અહીં લોકો ૩૫થી ૪૦ વર્ષ થી સતત પૂજા અર્ચના કરવા માટે આવી રહ્યા છે.  ભગવાન ભોલેનાથ તેમની તમામ મનોકામના પણ પૂર્ણ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News