ડીસા પાસે આવેલ ભોયણ ગામ ખાતે નીલકંઠ મહાદેવ બિરાજમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-27 12:07:08
  • Views : 337
  • Modified Date : 2020-10-27 12:07:08

ડીસા પાસે આવેલ ભોયણ ગામ ખાતે નીલકંઠ મહાદેવ બિરાજમાન છે. ૧૯૭૨ ની સાલમાં જ્યારે દાંતીવાડા ડેમમાં ગાબડું પડ્યું હતું, તે સમયે પાણીના વહેણ એ ભોયણ ગામના બે ભાગ કરી દીધા હતા. તેમાંથી એક ભાગ નવા ભોયણ તેમજ પ્રીતિનગર તરીકે ઓળખાય છે. ત્યાં ગામ સ્થાપતી વખતે મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. ગામના તમામ લોકોના સાથ સહકારથી સણાદરના સંત કરસનદાસપુરી મહારાજના હસ્તે આ શિવલિંગની મોટો યજ્ઞ યોજીને સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં આજે પણ નાના મોટા બાળકો સહિત ગામના તમામ લોકો નિત્યક્રમે આ શિવાલયના દર્શન માટે આવતા હોય છે. તેમજ શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારમાંથી પણ લોકો નીલકંઠ મહાદેવના દર્શન કરવા માટે પધારતા હોય છે. શ્રાવણ મહિનામાં મોટો યજ્ઞ પણ યોજવામાં આવે છે, જેમાં પ્રસાદરૂપે ભોજન રાખીને ગામના તમામ લોકોને તેનો લાભ આપવામાં આવતો હોય છે. ખુબ જ ચમત્કારી અને પૌરાણિક મનાતા નીલકંઠ મહાદેવના દર્શને ભક્તો આવીને શિવજીની ભક્તિમાં લીન થતાં હોય છે અને ભક્તિનો એક અનેરો આનંદ માણતા હોય છે.        

Download Our B K News Today App



Related News