મુંબઈમાં રાત્રી કર્ફ્યૂથી નાઈટ લાઈફ સૂમસામઃ ભારતની જેમ પેરૂમાં ખેડૂતોનું આંદોલન પણ વિરોધમાં છે ઘણો ફરક; નાતાલમાં ZOOમાં પ્રાણીઓને બખ્ખા છે તો ક્યાંક હાથી બન્યા છે સાન્તા ક્લોઝ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 12:10:44
  • Views : 251
  • Modified Date : 2020-12-23 12:10:44

    દિવસ રાત ધમધમતા મુંબઈ શહેરની રોનક રાત્રે તો કંઈક ઓર હોય છે પણ કોરોનાવાયરસનો કહેર એવો છે કે જાણે બધુ થંભી ગયું છે. મુંબઈમાં નાઈટ કર્ફ્યૂએ અહીંની નાઈટ લાઈફની રોનક છીનવી લીધી છે.

    ભારતમાં નવા 3 કૃષિ બિલોના વિરોધમાં લગભગ છેલ્લા એક મહિનાથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર હજારોની સંખ્યામાં એકત્ર થઈને દેખાવો કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારને ભીડવવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ હિંસાનો માર્ગ અપનાવ્યો નથી. આવી જ કંઈક સ્થિતિ પેરૂમાં જોવા મળી છે. પેરૂમાં ખેતરોમાં કામ કરતા કામદારોએ નવા એગ્રીકલ્ચરલ પ્રમોશન લૉનો વિરોધ શરૂ કર્યો છે, જેમાં પોલીસ સાથે અથડામણની તો કેટલાક સ્થળે આગજનીના બનાવો પણ બન્યા છે.છેલ્લા એક વર્ષથી દુનિયાભરમાં કોરોનાવાયરસનો કહેર વરસી રહ્યો છે. સમગ્ર દુનિયામાં નાતાલ પર્વ આડે બે દિવસ રહ્યા છે પરંતુ કોરોનાવાયરસનો ભય એવો છે કે મોટાભાગના લોકોએ પોતપોતાના ઘરોમાં જ નાતાલની ઉજવણી કરીને સંતોષ માની લેવો પડશે. સૌના જીવનમાં કોરોનાવાયરસે ઉથલપાથલ મચાવી દીધી છે અને મોટાભાગના જાહેર સ્થળો બંધ રાખવામાં આવ્યા છે.


    એવામાં વિશ્વભરમાં અનેક પ્રાણી સંગ્રહાલયો પણ હજુ બંધ જ છે. જો કે અનેક ઝૂમાં રહેતા પ્રાણીઓની નાતાલ મોજમજાથી પસાર થવાની છે. યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓને નાતાલની ભેટસોગાદ સાન્તા ક્લોઝ દ્વારા આપવામાં આવી રહી છે તો ક્યાંક પ્રાણીઓને ભેટની સાથે સંગીતની મોજ પણ માણવા મળી રહી છે. લાઈટ શો તથા રોશની દ્વારા આ પ્રાણી સંગ્રહાલયોને શણગારવામાં આવ્યા છે. જ્યારે થાઈલેન્ડમાં તો હાથીઓને જ સાન્તા ક્લોઝ બનાવી દેવાયા છે અને હાથીઓ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓમાં ફેસ માસ્ક વહેંચીને કોરોના અંગેની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો છે. કોરોના કાળમાં નાતાલ પર્વની ઉજવણી જ આ રીતે સમૂળગી બદલાઈ ગઈ છે.


Download Our B K News Today App



Related News