ડીસા રોટરી ક્લબ દ્વારા મહિલા કેન્સર જાગૃતિ અને નિદાન કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-23 12:06:50
  • Views : 548
  • Modified Date : 2019-09-23 12:06:50

ડીસા રોટરી ક્લબ દ્વારા હંમેશા સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે રવિવારે ડીસા રોટરી કલબ ખાતે અમદાવાદના કેન્સર સર્જન ડોક્ટર ભાવનાબેન પરીખ દ્વારા  મહિલા કેન્સર જાગૃતિ અને નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ડીસાની ૭૫ મહિલાઓએ લાભ લીધો હતો.
ડીસા ખાતે કાર્યરત રોટરી ક્લબ ઓફ ડીસા દ્વારા વર્ષમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જેના કારણે ડીસા વાસીઓને સરળતાથી સારી એવી સેવાઓ મળી રહે છે. ત્યારે રવિવારે ડીસા રોટરી ક્લબ ઓફ ડીસા દ્વારા મહિલા કેન્સર જાગૃતિ અને તેના નિદાન માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદના કેન્સરના સર્જન ડોક્ટર ભાવનાબેન પરીખ દ્વારા ૭૫ જેટલી  મહિલાઓનું નિદાન કરવામાં આવ્યું હતું. તેમજ ૧૦ મહિનાઓનું પેપ્સ સ્મીયરની તપાસ ડો. હિતેશ ઠક્કર દ્વારા  કરવામાં આવી હતી. આ તમામ તપાસ નિઃશુલ્ક કરવામાં આવી હતી. 
આ પ્રસંગે ડાp. ગીતાબેન ચૌધરી, રોટે. ડાp. મોનાબેન ગાંધી, ડાp. નિલ્પાબેન શાહની પણ માનદ સેવાઓ રોટરી કલબને મળી હતી. આ પ્રોજેકટને સફળ બનાવવા પ્રોજેકટ ચેરમેન રોટે. ડાp. હેતલબેન ગોહેલ, રોટે. ડાp. રમેશભાઈ વારડે દ્વારા અનુદાન મળ્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન રોટે. ડાp.દેવલ શાહ, ઓન.રોટે. ડાp. એસ. ટી. કોટકની સેવાઓ ઉપલબ્ધ બની હતી. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ . ચંપકભાઈ ઝાલમોરા અને રોટરી ક્લબના સેક્રેટરી અરૂણ ગર્ગ દ્વારા આ કેમ્પમાં લાભ લેનાર તમામ બહેનોનો આભાર માન્યો હતો.

Download Our B K News Today App



Related News