માણસા શહેરમાં ધંવન્તરી રથ દ્વારા દર્દીઓના નિદાન અને સારવાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-12 12:17:47
  • Views : 363
  • Modified Date : 2020-06-12 12:17:47

ગાંધીનગર નજીક આવેલાં અર્બન હેલ્થ સેન્ટર, માણસામાં ધંવન્તરી રથ દ્વારા દર્દીઓના નિદાન અને સારવારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં ૨૫ જૂન સુધી ફરનારા ધંવન્તરી રથ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પ્રજાને વિવિધ રોગોની સારવારનો લાભ
આપવામાં આવશે. ધંવન્તરી રથમાં ૧૦૨ જેટલા દર્દીઓની તપાસ કરનાર અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસર ડો. ધ્વનિ મેવાડાએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે મેલેરિયા ઉપરાંત બીપી અને ડાયાબિટીસ જેવા દર્દીઓને પણ ટેસ્ટ સાથે સારવાર અને દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આયુર્વેદિક અને હોમીંયોપેથિક દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જ્યારે ચોમાસાની ઋતુમાં લોકજાગૃતિ માટે
વાહકજન્ય રોગચાળા સામે સાવધાની રાખવાં પેમ્ફ્‌લેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યુ છે.

Download Our B K News Today App



Related News