સિંધુ બોર્ડર પર મળશે ખેડૂતોની બેઠક, NIAના એક્શન વિરુદ્ધ રણનીતિ બનાવાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 13:14:25
  • Views : 228
  • Modified Date : 2021-01-17 13:14:25

    કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 53મો દિવસ છે. સિંઘુ બોર્ડર પર ખેડૂત સંગઠનોની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં ખેડૂત નેતાઓને NIA દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર ચર્ચા કરવામાં આવશે અને તેનો સામનો કરવા માટે રણનીતિ ઘડવામાં આવશે. માનવમાં આવી રહ્યું છે કે 19 જાન્યુઆરીએ જ્યારે ખેડૂત નેતાઓની સરકારના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો માટે બેઠક મળશે, ત્યારે બેઠકમાં ખેડૂત નેતાઓ આ મુદ્દાને ઉઠાવશે. આ ઉપરાંત 26 જાન્યુઆરીએ ખેડુતો ટ્રેક્ટર રેલી યોજવા પર પણ અડગ છે. આગામી બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

    ખેડુતોની સરકાર સાથેની 10 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. હવે આગામી બેઠક મંગળવારે થશે. આ પહેલા જ આંદોલનમાં નવો વળાંક આવ્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા 50થી વધુ નેતાઓ અને વેપારીઓને સમન્સ મોકલ્યું છે. શનિવારે આ લોકોમાંથી કેટલાકની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

    પટિયાલાના NRI દર્શનસિંહ ધાલીવાલ સાથે દિલ્હી એરપોર્ટ પર અઢી કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે પટિયાલામાં બબ્બર ખાલસાના આતંકી જગતારસિંહ હવારના પિતા ગુરુચરણસિંહ અને ખેડૂત નેતા બલદેવસિંહ સિરસાને પણ NIAએ સમન્સ પાઠવ્યું છે.

    NIA ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની કડી શોધી રહી છે અને આતંકવાદના ફંડિગની તપાસ કરી રહી છે. એજન્સીએ પંજાબના તમામ જિલ્લાઓના ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓને નોટિસ ફટકારી છે. આમાંથી અડધાને દિલ્હીની તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની લગભગ ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.NIAની નજર લુધિયાનાના 17 વેપારીઓ પર પણ છે, કે જેઓ દિલ્હી આવીને આંદોલનમાં માલનું વિતરણ કરે છે. સૂત્રો અનુસાર લુધિયાણા, પટિયાલા, તરણતારણ અને અમૃતસરના ટ્રાન્સપોર્ટરોના જવાબોનો વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ કરાયો હતો. કાર્યવાહી પૂર્ણ થયા બાદ બધાને ફંડિગ અને મફત સેવા આપવાનો રેકોર્ડ 21 જાન્યુઆરીએ લાવવા માટે જણાવવામાં આવ્યું છે.


Download Our B K News Today App



Related News