કટ્ટરપંથીઓને મદદના કેસમાં NIAએ ગુજરાતમાં દરોડા પાડ્યા, ગુજરાત સહિત 7 રાજ્યોમાં સંખ્યાબંધ સ્થળોએ દરોડા કરવામાં આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-07 12:15:00
  • Views : 61
  • Modified Date : 2024-03-07 12:15:00

કટ્ટરપંથીઓને મદદના કેસમાં NIAએ ગુજરાતમાં દરોડા પાડ્યા છે. દેશમાં કટ્ટરપંથીઓની ગતિવિધિ સામે NIA દ્વારા રાષ્ટ્રવ્યાપી દરોડની કામગીરી કરવામાં આવી છે. ગુજરાત સહિત 7 રાજ્યોમાં સંખ્યાબંધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં મહેસાણામાં NIAએ પાડેલા દરોડામાં મોટો ખુલાસો થયો છે. મની ટ્રાન્સફરનો રેલો બહુચરાજી સુધી પહોંચ્યો છે.મળતી માહિતી પ્રમાણે બહુચરાજી SBI બેન્ક સામે આવેલી નીલકંઠ મોબાઈલ અને મનીટ્રાન્સફરની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી. હાર્દિક પટેલ નામના દુકાનના સંચાલકની NIA દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. મોબાઈલ, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. 

Download Our B K News Today App



Related News