પાટણ જિલ્લાના પોલીસ કર્મીઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-31 12:43:19
  • Views : 533
  • Modified Date : 2019-05-31 12:43:19

પાટણ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ કર્મચારી તથા પરિવારના સભ્યો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન ગુરૂવારના રોજ પાટણ શહેરના જૂના બસ સ્ટેશન સામે આવેલ કાનજીભાઈ રબારીની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું .આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૪૫ વર્ષથી ઉપરના સીનીયર પોલીસકર્મીઓ અને અધિકારીઓ માટે હેલ્થ ચેકઅપ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૬૦ જેટલા પોલીસ કર્મીઓએ પોતાનું બોડી ચેક અપ કરાવ્યું હતું .આ કેમ્પમાં ફિઝિશિયન સર્જન, ઓર્થોપેડિક, ઇએનટી ,ડેન્ટિસ્ટ, આંખ વિભાગના સર્જન અને ચામડીના રોગના સર્જન ડોક્ટરોએ સેવાઓ આપી હતી. તો આ કેમ્પમાં પોલીસ કર્મચારીઓએ પણ જરૂર જણાય ઈસીજી, કાર્ડિયોગ્રામ સહિતના વિવિધ રિપોર્ટો પણ કઢાવી પોતાની બોડીનું સંપૂર્ણ નિદાન કરાવ્યું હતું . આ હેલ્થ ચેકઅપમાં પાટણ જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓમાં બીપી, બ્લડ સુગર અને જોઇન્ટમાં ઘસારાના કેસો વધારે જોવા મળ્યા હતા.


Download Our B K News Today App



Related News